________________
૧૨૨
રાજહૃદય ભાગ-૧૨ ત્યારે શું થાય છે? કે પોતે ભાન ભૂલી જાય છે. ચાલતો ચાલતો પડી જાય. પડી જાય તો ક્યાં પડી જાય એની કાંઈ એને ખબર ન રહે. પોતાના દેહનું, પોતાની હયાતીનું ભાન ભૂલે એનું નામ મૂચ્છે છે. અહીંયાં પણ એક એવી મૂચ્છ ઉત્પન્ન થાય છે.
જ્યારે જીવ ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં સુખાનુભવ કરે છે ત્યારે તે મુચ્છિત થઈને કરે છે. મૂચ્છિત થઈને શા માટે કરે છે? કે એણે પહેલેથી નિર્ણય કર્યો છે કે આ પદાર્થથી મને સુખ છે. માટે મૂચ્છ ખાય જાય છે. મુમુક્ષુદશાથી અને જ્ઞાનદશાથી જે આ ફરક પડે છે. એ પહેલા એમ નિર્ણય કરે છે કે કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી. એવો નિર્ણય કરવા જતાં એને કેટલાક પદાર્થોની ઈષ્ટતાનો અનુભવ છે કે આ પદાર્થમાં મેં સુખ લીધું છે, આ પદાર્થે મને દુઃખી કર્યો છે. એને એ પછી પ્રયોગમાં લે છે કે જે જે પદાર્થોમાં મેં સુખ લીધું એમાં મારી સમજણ લાગુ કરું. કોઈ પદાર્થમાં સુખ નથી તો મને તો આ પદાર્થમાં સુખ લાગ્યું હતું. હવે અત્યારે લાગે છે કે નહિ? અભિપ્રાય બદલવાનો આ એક પ્રયત્ન છે કે ખરેખર કોઈ પદાર્થ સુખી નથી, કોઈ પદાર્થ દુઃખનું કારણ નથી.
એ અભિપ્રાય બદલ્યા પછી પણ જીવ ઉપર જે અનાદિની અસર છે એ અસર નિમ્ળ નથી થતી. તોપણ થોડીઘણી અસર આવે છે. જ્ઞાનીને અસ્થિરતાથી આવે છે અને મુમુક્ષને તો વિશેષ આવે છે. પણ છતાં રસ પાતળો પડે છે. જો પ્રયોગ કર્યો હોય તો. તો સુખાનુભવનો રસ પાતળો પડે છે. નહિતર તો તીવ્ર રસ, જેને. રસ કહે છે. ચાર વખત ચૂંટેલોએવો રસ પડે છે. અને નહિતર રસ મંદ પડે છે. રસ મંદ પડવાની પ્રક્રિયામાં મુમુક્ષુ આવે છે. જ્ઞાનીને અસ્થિરતા છે એટલે જાગૃતિ સહિત સુખાનુભવ છે. પણ છતાં એનું જ્ઞાન જાગૃત છે કે (આ) જ્ઞાનનું જ્ઞય છે. આ સુખનું કારણ નથી પણ જ્ઞાનનું શેય છે. નતો એનાથી) સુખ છે, નતો એનાથી દુઃખ છે. મારા પરિણામને લઈને મચક ખાવ છું. કારણ મારું છે, સામા પદાર્થનું નથી. એટલે એ સુખને સુખ નહિ પણ દુઃખરૂપે પ્રત્યક્ષ અનુભવે છે. એટલે એમૂચ્છ નથી ખાતા.
જ્ઞાની છે એ વિષયભોગ એને જોવામાં આવે પણ જ્ઞાની મૂચ્છ ખાતા નથી. જ્યારે સામાન્ય સંસારી પ્રાણી વિષયાદિની ઇચ્છાથી વિષયોમાં પ્રવર્તે ત્યારે તેને મૂર્છા આવે છે અને એ ઇચ્છા પૂરી થાય તોપણ વિષયમૂચ્છનો જે રોગ છે એ રોગ મટતો નથી. બીજા પદાર્થોની જે ઇચ્છાઓ છે એ ઇચ્છાઓ ચાલુ થાય છે. પ્રારબ્ધયોગે જે પદાર્થો આવે છે એને ભોગવતા વળી ફરીને મૂચ્છ થાય છે. એમ એક મૂચ્છ ખાય અને કાંઈક કળ વળી ત્યાં બીજી મૂચ્છ ખાય છે. એમાંથી કળ વળી ત્યાં ત્રીજી મૂર્છા થાય છે. ઉપરાઉપરી