________________
પત્રાંક-૬૦૦
૨૪૧ એવી એમની દશા થઈ જાય છે.
જે જીવને અંતર્મુહૂર્તની અંદર નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય એ બહારના કાર્યો કેવી રીતે કરે ? કે કોઈ સંસારના કાર્યો કરવાની પરિસ્થિતિ રહેતી નથી. એવી પરિસ્થિતિમાં આવી જાય છે. એ વખતે એમનું જે સુખ છે, આત્મિકસુખ છે એ વર્ણન ન કરી શકાય એવું સુખ છે. એટલે પોતાના સુખની સાથે મેળવે છે કે આ અવર્ણનીય સુખ છે.
ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે. આ તો એમણે પહેલેથી નિર્ણય કરેલો છે કે મુનિદશા આવે ત્યારે ઉપદેશ કરવો છે. ખરેખર આત્માને દશાથી ગુરુત્વ પ્રાપ્ત થાય ત્યારે ગુરુના સ્થાનેથી ઉપદેશ કરવો, ત્યાં સુધી ન કરવો. એવો પોતે નિર્ણય કર્યો છે. પહેલેથી જ એ નિર્ણય કર્યો છે. અને એ વાત એમને વધારેમાં વધારે યોગ્ય લાગી છે. “શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. આ.સ્વ. પ્રણામ.” એ ભક્તિ શબ્દ બહુમાનમાં લેવો. એમના પ્રત્યે માન છે. અત્યંત માનથી પ્રણામ કરીએ છીએ, એમ લેવું.
મુમુક્ષુ – અંતરદષ્ટિવાળા જે વિચારવાન હોય એ જ્ઞાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોઈ શકે.
પૂજ્ય ભાઈશ્રી:- જોઈ શકે અને જોઈ શકે ત્યારે એને જ્ઞાની પુરુષનું જ સ્વરૂપ સમજાય, ઓળખાય તો એને જ્ઞાની પુરુષ પ્રત્યેની ભક્તિ વિશેષ થઈ આવે. જ્ઞાની પુરુષની વિશેષ ભક્તિ થઈ આવતા એને પોતાને લાભનું કારણ થાય. | મુમુક્ષુ - હવે એ લાભ કરવો છે. અંતરદૃષ્ટિ કેવી રીતે કેળવવી? અને સામાની દશા જોવી કઈ રીતે?બે પ્રશ્ન છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો છે. અંતરદૃષ્ટિ કેળવવામાં તો પોતાના અવલોકનનો અભ્યાસ કરવો પડે છે. ત્યારે અંતરદૃષ્ટિ કેળવાય છે. કેમકે અંતરંગ પરિણામોમાં અનેક પ્રકારના જે સૂક્ષ્મ પરિણામો છે એ અવલોકનની Practice વગર એ પરિણામો પોતે જોઈ શકતો નથી. બહુભાગ તો આ જીવ પોતાના દોષિત પરિણામ કે જે સ્થૂળ છે એને પણ સરખી રીતે જોઈ શકતો નથી. તો જે પરિણામમાં સ્વભાવ પ્રગટ છે, જે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, એને કેવી રીતે જોઈ શકશે ? એટલે એ અંતરદષ્ટિ કેળવવા માટે પોતાના અંતરંગ પરિણામોનું અવલોકન કરવાનો અભ્યાસ રહે એટલું જ એ કામ થાય છે. અને એ કામ સ્વરૂપ પ્રાપ્તિની ઉગ્ર ભાવના સિવાય થઈ શકતું નથી. એટલે અંતરદૃષ્ટિ કેળવવામાં એ બધી વાતો સાથે છે. એને પાત્રતા કહો, એને મુમુક્ષતા કહો, એને જાગૃતિ કહો. પછી એ શબ્દો જુદા જુદા ઘણા છે. એ રીતે પોતાની તૈયારી થઈ હોય