________________
૩૧૬
રાજહૃદય ભાગ-૧૨ અનુપેક્ષાર્થે.” અનઉપેક્ષાર્થે. ઉપેક્ષા નહિ. બીજાઓના ચિત્તની અનુપેક્ષાએ એટલે અપેક્ષાર્થે. બીજાઓને પણ અપેક્ષા છે. પરિવારમાં બીજાઓ પણ એમ ઈચ્છે છે, સંબંધીઓ પણ ઇચ્છે છે કે તમારા ગામમાં આવો તો સારું. જન્મસ્થાનમાં આવો તો સારું. પણ થોડા દિવસ વવાણિયે જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. ઉપેક્ષા અને અનપેક્ષા. કેવો શબ્દ વાપર્યો છે ! અપેક્ષા શબ્દ વાપરવાના બદલે અનપેક્ષાર્થે એવો શબ્દ વાપર્યો છે. પણ થોડા દિવસ વવાણિયે જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. આ વવાણિયા' જવામાં આટલા કારણો જે પોતાના વિચારમાં હતા એ એમને જણાવ્યા છે.
“તે બન્ને પ્રકાર માટે કયારેયોગ થાય તો સારું... તે બન્ને પ્રકાર માટે ક્યારે યોગ થાય તો સારું, “એમ ચિંતવ્યાથી કઈ યથાયોગ્ય સમાધાન થતું નહોતું.” ટૂંકામાં કાંઈ નિર્ણય થતો નહોતો. સમાધાન નહોતું થતું એટલે નિર્ણય થતો નહોતો. તે માટેના વિચારની સહેજે થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. એ માટેની વિચારની થોડી વિશેષતા થઈ. હવે થોડી વિશેષતા થઈ એમ લખ્યું. અને જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું. એટલે થોડી સ્થિરતા આવી. મક્કમતા થોડીક આવી. પણ હજી પૂરી મક્કમતા નથી આવી એમ કહે છે. અલ્પ સ્થિરતા આવી તો તમને જણાવ્યું કે અમે ‘વવાણિયા જવાનું કાંઈક કારણ થશે એવું લાગે છે. વિકલ્પ ચાલે છે એ ઉપરથી એમ લાગે છે કે “વવાણિયા' હવે જવાશે. મુનિદશામાં આવું હોય છે. આહારની વૃત્તિ થાય તો સહજ આહારની વૃત્તિ થાય તો ગમન કરે. સહજ આહારની વૃત્તિ ન થાય તો કાંઈ નહિ. વિચાર નથી. કે કાલે નથી ગયા, બેદિવસ નથી ગયા, પાંચ દિવસ નથી ગયા. કાંઈ નહિ.
સર્વ પ્રકારના અસંગ-લક્ષનો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી,...” સર્વ પ્રકારના અસંગ-લક્ષનો વિચાર અત્રેથી અપ્રસંગ ગણી દૂર રાખી, અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયો છે.” સર્વ પ્રકરાના અસંગ-લક્ષનો.” અસંગના લક્ષનો. અસંગ-લક્ષ એટલે અસંગના લક્ષનો વિચાર “અત્રેથી અપ્રસંગ ગણી, મુંબઈમાં અહીંયાં રોકાવાથી, ત્યારે અમને જે અંદરમાં વાત છે એ તો બધાથી અસંગ થવાની છે પણ અત્યારે એનો અપ્રસંગ છે. એ પ્રસંગ નજીકમાં દેખાતો નથી કે સર્વથી અસંગ થઈ જઈએ. એનો અપ્રસંગ છે. અપ્રસંગ ગણીને, તે વાતને જરા દૂર રાખીને એટલે બાજુમાં રાખીને, ગૌણ રાખીને અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે...” થોડા સમય માટે એકાંતમાં રહી જવું. નિવૃત્તિ ક્ષેત્રે જાવું તોપણ બીજા મુમુક્ષુઓને નહિ જણાવીને પોતે