________________
પત્રાંક-૬ ૨૦
૩૩૯ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી...” કોઈ મુમુક્ષુને તમે જણાવશો નહિ કે અમે મુંબઈથી “વવાણિયા' જઈએ છીએ એટલે આ રસ્તેથી (જઈશું). જે રસ્તો છે એ રસ્તે પસાર થવું પડે. એ કોઈને જણાવતા નહિ.
કેમકે તી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય...” વળી કાંઈ તર્ક-વિતર્ક કરે, શંકા કરે. કેમ કોઈને જણાવ્યું નહિ? કેમ એમનેમ સીધા વયા ગયા હશે? કાંઈ નહિ તો આપણને દર્શનનો લાભ થાત. કેમ એમ રાખ્યું હશે ? એવું શું કારણ બન્યું હશે? એવું કાંઈ હશે ? એવી કોઈ શંકા-તર્ક-વિતર્ક કરે. એટલે કોઈને તમે જણાવતા નહિ. સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમ ન થાય તો સારું. એ જ વિનંતિ.” જેમ મથાળા બાંધતા નથી એમ ઘણી વાર નીચે પણ પોતે કાંઈ લખતા નથી. કોઈવાર લખે છે, કોઈ વાર નથી લખતા. ૬૨૦નો બાકીનો ભાગ ત્યાં પૂરો થાય છે.
પત્રાંક-૬૨૧
મુંબઈ, આષાડ વદ ૦)), સોમ, ૧૯૫૧ તમને તથા બીજા કોઈ સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે, પણ તે વિષેનો, અમુક કારણો પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી, જે કારણો જણાવતાં પણ ચિત્ત સંક્ષેપ થાય છે. જોકે કંઈ પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખવાનું બન્યું હોય તો પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ ક્લેશ પ્રાપ્ત થવા દેવાનું જે અમારા પ્રત્યેથી થાય છે તે થવાનો સંભવ ઓછો થાય, પણ તે વિષે સ્વાર્થથી લખતાં પણ ચિત્ત ઉપશમ પામ્યા કરે છે, એટલે સહજે કાંઈ થાયતે થવા દેવું યોગ્ય ભાસે છે.
વવાણિયેથી વળતી વખતઘણું કરી સમાગમનોયોગ થશે. ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા યોગ્ય દશા નથી. પ્રથમથી આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો, અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતો હતો, પણ ઉદયવશાતુ કેટલાક ભાઈઓનો સમાગમ થવાનો પ્રસંગ થયો; જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું. અને હાલ કંઈ પણ તેવું થયું