________________
૩૪૦
ચજહૃદય ભાગ-૧૨
છે, એમ લાગે છે. વર્તમાન આત્મદશા જોતાં તેટલો પ્રતિબંધ થવા દેવા યોગ્ય અધિકારમને સંભવતો નથી. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્યર્થ જણાવવા યોગ્ય છે.
આ આત્માને વિષે ગુણનું વિશેષ વ્યક્તિત્વ જાણી તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તોપણ તેથી તે ભક્તિની યોગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને યોગ્યતા મારી નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે; તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. પ્રશ્નસમાધાનાદિલખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વેચવામાં લક્ષવિશેષ રાખ્યાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે એમ વિચારથી પણ બીજા પ્રકારતેની સાથે આવતા. જાણીને પણ સંક્ષેપે પ્રર્વતીય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાનો લક્ષ રાખીશ.
એક વિનંતિ અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હોય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે ભક્તિ વિષે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તો પણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય.
આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો અને તમારા સમાગમવાસી જે કોઈ મુમુક્ષુ ભાઈઓ હોય તેમને હાલ નહીં, પ્રસંગે પ્રસંગે એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે આ વાત પ્રત્યે લક્ષિત કરશો. એ જ વિનંતિ.