________________
૩૪૧.
પત્રાંક-૬૨૧
૬૨૧મો ‘અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે.
તમને તથા બીજા કોઈ સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે...” “અંબાલાલભાઈને શું કહે છે? કે તમને અમારા સમાગમની જિજ્ઞાસા એટલે ભાવના છે, બીજા પણ જે સત્સંગની નિષ્ઠાવાળા... સત્સંગની નિષ્ઠા એટલે શું ? કે સત્સંગ મળવાથી આત્મહિત થશે એવી જેની શ્રદ્ધા છે, એવી જેની માન્યતા છે અને એ રીતે જે સત્સંગમાં આવે છે. વિરૂદ્ધ અભિપ્રાય રાખીને નથી આવતા. સમૂહ વધે ત્યારે કાંઈક પ્રકાર બને. આ તો જેને અહીંયાં આ રીતે સત્સંગ કરવાથી કાંઈક મને આત્મહિત થશે એવી નિષ્ઠા છે), બીજો કોઈ હેતુ અંદરમાં નહિ.
એવા “સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા...” એટલે ભાવના રહે છે. અહીંયાં જિજ્ઞાસાનો અર્થ ભાવના લેવો. તે પ્રકાર જાણ્યામાં રહે છે. એટલે તે વાત અમારા ખ્યાલમાં છે. પણ તે વિષેનો, અમુક કારણો પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી.” એ વિષેનો વિચાર, અમુક કારણોનો તે વિષેનો વિચાર કરીએ છીએ ત્યારે સમાગમની પ્રવૃત્તિ થતી નથી અથવા કરવામાં આત્મા ના પાડે છે કે નહિકરવી. બીજા સત્સમાગમમાં આવે છે એ
. એ વિચારોને અને તમારા આવનારાઓને પ્રવૃત્તિ સાથે સંબંધ હોવાથી તમને લખતા મને સંકોચ થાય છે. કે આવી વાત ગુપ્ત રાખવી જોઈએ. તમને કહેવી ન જોઈએ.
મુમુક્ષુ – “અંબાલાલભાઈને વાત લખે છે?
પૂજ્ય ભાઈશ્રી :– હા. “અંબાલાલભાઈની સાથે એક આખું Group હતું. ખંભાતનું એક Group હતું. ખંભાતમાં ઠીક ઠીક માણસો “અંબાલાલભાઈના હિસાબે પરિચયમાં આવ્યા હતા. અને એ લોકો નિવૃત્તિક્ષેત્રમાં જ્યાં જાય ત્યાં બધા સાથે જાય, સ્વાભાવિક છે. એમને એ બાબતની અંદર, એ પ્રકારથી બધા સમાગમમાં આવે, એ કેટલાક કારણોનો વિચાર કરતાં એમનું મન પાછું પડતું હતું. કે આ રીતે મારે સત્સંગનો પ્રસંગ ગોઠવાયએ મને બરાબર નથી લાગતું.
મુમુક્ષુ –એટલા કારણો એટલે આ ઉદય?
પૂજ્ય ભાઈશ્રી:-ના.કારણોમાં એ છે કે પેલા લોકો ભક્તિ વધારે કરે છે. અને એ એમને ગમતી વાત નથી. આ બધી લોકોત્તર Line છે આખી. સામાન્ય રીતે કોઈ બહુમાન આવે ત્યારે જીવને અંદર ગમે, સારું લાગે. આ એથી વિરુદ્ધ જાય છે. બહુ સારો