________________
૩૩૮
રાજદય ભાગ-૧૨ એ બધું વિચારીને, એ બધાની વિચારણાપૂર્વક અમારા આત્માની જેદશા થઈ છે, એવી જે સ્થિતિ થઈ ગઈ છે એને કારણે તમને લોકોને મારા તરફથી થોડી તકલીફ છે. તમારા પત્રનો ઉત્તર પણ હું આપતો નથી. બીજા લોકોના કે તમારા લોકોના સમાગમમાં પણ બહુ આવતો નથી કે કોઈ એવા પરમાર્થના લખાણો-લેખ પણ હું કાંઈ કરતો નથી, જે બીજાને ઉપયોગી થાય. એ લખવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. આત્મા એ પર્યાયને સહેજે સહેજે એમ જ ભજે છે. શું કરવું મારે ? આ તમને જણાવું છું એમ કહે છે. “અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે ને? લલ્લુજી ઉપરનો પત્ર
એવા પર્યાયને ભજ્યા વિના.... એટલે કે એમ થયા વિના “અપૂર્વ સમાધિને હાનિ સંભવતી હતી. જે આગળ અપૂર્વ અપૂર્વદશા થવી જોઈએ એને હાનિ થતી હતી. અને એમ છતાં પણ....' અને એવું જાણવા અને એમ વર્તવા, પરિણમવા છતાં પણ થવાયોગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈ નથી.” છતાં મને મારા ધાર્યા પ્રમાણે તો આવી પ્રવૃત્તિ નથી થઈ, એમ કહે છે. મને હજી સંતોષ નથી. મારા પરિણામનો મને સંતોષ નથી.
મુમુક્ષુ -જેહદે થવા જોઈએ એનથી.
પૂજ્ય ભાઈશ્રી:- જે હદે અમારે આગળ વધવું છે એ રીતે હું આગળ વધી શકતો. નથી. અને આ બધું જે પ્રારબ્ધ ઉદય છે એની અંદર જે ઉદીરણ પ્રવૃત્તિથી જવાય છે એ મને અવરોધનું અને પ્રતિબંધનું કારણ થાય છે.
મુમુક્ષુ – લલ્લુજીને પહેલીવહેલી પોતાની અંતર પરિણતિ જાહેર કરે છે. આગળના કોઈ પત્રમાં આવું નથી આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી – એમને તો શું છે કે એ પ્રારબ્ધ ઉદય છે. પેલા ત્યાગી છે. એને એ વિચારવા જેવો વિષય છે. કે આને તો કોઈ પૂર્વકર્મની સજા છે કે કુંટબ અને વેપારની વચ્ચે કુદરતે નાખ્યા છે. આપણે છૂટ્યા છીએ પણ આપણે શું કરીએ છીએ ? કેમકે એ તો કુટુંબ-પરિવાર છોડીને નીકળી ચૂક્યા હતા. એ રીતે પણ કાંઈ મુમુક્ષુની ભૂમિકાવાળા જીવને જ્ઞાનીની દશા ઉપરથી પુરુષાર્થની પ્રેરણા થાય અને આત્મહિતનો કોઈ બોધ મળે એ હેતુ છે.
“અત્રેથી શ્રાવણ સુદ ૫-૬ના નીકળવાનું થવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમનો યોગ થઈ શકવા યોગ્ય નથી. આગળ લખે છે (કે) જતી વખતે હું ક્યાંય ઉતરવા માગતો નથી. “અને અમારા જવાના પ્રસંગ વિષે હાલતમારે બીજા કોઈ