________________
પત્રાંક-૬ ૨૦
૩૩૭ આત્મામાં શક્તિ એવી છે કે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લે. કેવી શક્તિ છે ? કેવળજ્ઞાન લેતા એના અંતર્મુહૂર્તથી વધારે વાર લાગતી નથી. જ્યારે જે જીવ કેવળજ્ઞાન લે છે ત્યારે તેને અંતર્મુહૂર્તનો જ સમય લાગે છે..... એ જ એનો કેવળજ્ઞાનનો પુરુષાર્થ છે. બાકી કેવળજ્ઞાનનો પુરુષાર્થ નથી. ચાલતી દશાનો પુરુષાર્થ છે. અને અંતર્મુહૂર્તમાં કોઈ જીવ જો કેવળજ્ઞાન લેતો હોય તો દરેક જીવ લઈ શકે છે. એમાં વાર લાગે છે એનું શું કારણ ? જ્ઞાનદશા પ્રાપ્ત થયા પછી જેણે પોતાના આત્મામાં અનંત વીર્ય જોયું, અનંત પુરુષાર્થનું સામર્થ્ય અને શક્તિ જોઈ એને એ પ્રગટ થવામાં શું કરવા વાર લાગે છે? કોઈને એક ભવ, કોઈને બેભવ, કોઈને ચાર ભવ, કોઈને છ ભવ, આઠ ભવ લાગી જાય છે. પંદર ભવ સુધી લાગે. વધીને ક્યાં સુધી લાગે છે? પંદર ભવ સુધી લાગે. હવે સમ્યગ્દર્શન ચાલુ રહે અને પંદર-પંદર ભવ કાઢે એનું કારણ શું? અરે! એક ભવ પણ શું કરવા કાઢે ? એ તો એમ જ કહે છે કે એક ભવ પણ શું કરવા જોઈએ ? આ સદેહે શા માટે મુક્તદશા ન આવે ? કેમ ન થાય ? તો કહે છે, પ્રતિબંધ આવે છે. આવું જે પ્રારબ્ધની અંદર આત્મા પોતે ઉદીરણ પ્રવૃત્તિથી જ્યારે પ્રવર્તે છે ત્યારે એને પ્રતિબંધ આવે છે.
“સમાધિયોગને....” એટલે પોતાની વધતી દશામાં એ રુકાવટ છે. “એમ સાંભળ્યું હતું....” ભૂતકાળમાં અમે આ વાત સાંભળી હતી. સાંભળી હતી એટલે સાંભળીને અમારા આત્મામાં એ સંમત કરી હતી, એમ કહે છે. આપણે ન કહીએ? ‘ગુરુદેવ પાસે અમે આ વાત સાંભળી હતી. એનો અર્થ કે એ કહેતા હતા એ બરાબર હતી. એ વાત બરાબર હતી. “એમ (અમે) સાંભળ્યું હતું....” સાંભળ્યું હતું નહિ, અમારા જ્ઞાનમાં એમ જાણ્યું હતું. જાણ્યું હતું એમ કહો કે અનુભવ્યું હતું એમ કહો. કેમકે પૂર્વના આરાધક છે. અને હાલ તેવું સ્પષ્યર્થે વેઠું છે. અને અત્યારે સ્પષ્ટપણે અમે એ વાતનો અનુભવ કરીએ છીએ.
તે તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું તથા બીજા પ્રકારે પરમાથદિલખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. આ રીતે અમે સાંભળ્યું, જાણ્યું અને અનુભવ્યું એ ઉપરથી અમારો આત્મા સહેજે સહેજે કોઈના સમાગમમાં આવવા ચાહતો નથી, કોઈને પત્રથી ઉત્તર દેવા પણ ઇચ્છતો નથી કે બીજા કોઈ પરમાર્થના લેખ લખવા પણ અમને સહેજે સહેજે આત્મા સંકોચાય છે, આત્માના પર્યાય સંકોચાય છે. એવું આત્મામાં ભજ્યા કરે છે. સરવાળે શું પરિસ્થિતિ છે?