________________
પત્રાંક-૬ ૧૯
૩૧૭ એકાંતમાં રહી જવું એવા અભિપ્રાયથી વાત લખે છે.
અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયો છે. એવો પણ વિકલ્પ આવ્યો છે. એકાંતમાં રહેવું છે. આ વખતે નિવૃત્તિક્ષેત્રમાં જઈએ તો એકાંતમાં રહેવું છે. બીજા મુમુક્ષુઓને ખબર કરવી નથી કે જેથી એ લોકો આવે.
મુમુક્ષુ – એ પણ સહજ સ્વભાવી ઉદયાનુસાર
પૂજ્ય ભાઈશ્રી - ઉદય અનુસાર એવો પણ સહેજે ઉદયમાં વિકલ્પ આવ્યો છે. બીજું કાંઈ નથી. સહજતા ઘણી છે, ઘણી સહજતા છે.
તેમાં કોઈ કારણોનો પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે –'પરસ્પરવિરોધ એટલે શું?કે બીજાને પણ એમ થાય કે આમ કેમ કર્યું હશે કેમ અમને નહિ જણાવ્યું હોય? કેમ અમને આવવા માટે બંધન રાખ્યું હશે કે ન આવો. એટલે પોતાને પણ એકાંત જોઈએ છે. અને બધાની વચ્ચે રહેવું નથી. બે કારણ સામાસામા છે એટલે એમાં પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે. જે વિચાર આવે છે એ લખી નાખે છે. આ પ્રમાણે અત્યારે વિચાર આવે છે. પછી વિચાર ફરશે તો એમ. અત્યારે તો આમ વિચાર આવે છે.
અત્રેથી શ્રાવણ સુદની મિતિએ નિવર્તવું થાય તો વચ્ચે ક્યાંય આ વખતે ન રોકાતાં વવાણિયે જવાનું કરવું.” સીધું. “ત્યાંથી શ્રાવણ વદ ૧૧ના...” એટલે પંદર દિવસ રોકાઈને “બને તો પાછું વળવાનું કરવું, અને ભાદરવા સુદ ૧૦ની લગભગ સુધી. એટલે પંદર દિવસ સુધી કોઈ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરામ જેમ રાખી પ્રવર્તવું.જેવો ઉદય. ઉદયની અંદર જે પ્રકાર ભજેતે પ્રકારે નિવૃત્તિ ક્ષેત્રે સહેજે સહેજે સ્થિતિ થાય. જોકે વિશેષ નિવૃત્તિ, ઉદયનું સ્વરૂપ જોતાં, પ્રાપ્ત થવી કઠણ જણાય છે. વધારે નિવૃત્તિ અત્યારે મળી શકે એવું દેખાતું નથી.
‘તોપણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે; તોપણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય. સામાન્યથી જાણી શકાય એમાં શું કહેવા માગે છે, એ કોને અનુલક્ષીને કહેવા માગે છે એ વાત સ્પષ્ટ નથી નીકળતી. સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય...” આમ તો પ્રવૃત્તિમાં તો પોતે છે. પણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે...'
મુમુક્ષુ –એટલે સામાન્ય એટલે બધા મુમુક્ષુ લેવા?