________________
પત્રાંક-૬૨૦
૩૨૫
પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે,...' એમણે શું ઉપદેશ આપ્યો ? એમના જીવનથી બોધ શું મળે છે ? કે અમે તો પ્રવૃત્તિ જ ન કરી. નિવૃત્ત જ રહ્યા. ઉપદેશકપણાથી અમે નિવૃત્ત રહ્યા. હવે જો કોઈ જીવ પ્રવૃત્તિ કરતા હોય તો એણે એ પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય નથી. એણે જાગૃતિ રાખવા યોગ્ય છે કે કચાંય હું મારા આત્માને... આ પ્રવૃત્તિ કરતા હું ક્યાંય મારા આત્માને નુકસાન તો નથી કરતો ને ? એવી એણે અત્યંત અત્યંત જાગૃતિ રાખવી. એમ કહેવા માગે છે.
તે પ્રતિબંધમાં અજાગ્રત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય...' એટલે કોઈ જીવે અજાગૃત ન રહેવું જોઈએ એમ એમણે જણાવ્યું છે. તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે;...' અને એમ પ્રવર્તીને ભગવાન મહાવીરસ્વામી’એ અનંત આત્માર્થનો પ્રકાશ કર્યો છે, બોધ આપ્યો છે. મૌન રહીને બોધ આપ્યો છે એમ કહે છે. બોલીને તો બોધ આપે પણ મૌન રહીને એમણે બોધ આપ્યો છે.
મુમુક્ષુ :– અનંત આત્માર્થ,
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. અનંત આત્માર્થને પ્રકાશ્યો છે. જુઓ ! મૌનપણું એ પણ એમના પરિણામથી, એમની પરિણતિથી, એમના પ્રવર્તનથી અનંત આત્માર્થનો બોધ મળે છે એમ કહેવું છે.
મુમુક્ષુ :– ભગવાન મૌન રહ્યા એમાં...
=
પૂજ્ય ભાઈશ્રી :– ભગવાન મૌન રહ્યા એમાં અનંત આત્માર્થનો બોધ મળે છે. તે એમણે પોતાના પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે.
જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિ૨૫ણું વર્તે છે,...’ જેવા પ્રકાર પ્રત્યે વિચારવાનું વિશેષ સ્થિ૨૫ણું વર્તે છે અને વર્તવું ઘટે છે.’ અમને પણ એ વાત વિશેષ સ્મરણમાં આવે છે, વિશેષ વિચારમાં આવે છે. વધારે એ પ્રકારે મૌન રહેવામાં સ્થિરતા રાખીએ એમ થયા કરે છે. એમ કહે છે. અને એ અમને વધારે યોગ્ય લાગે છે.
મુમુક્ષુ :– ભગવાનની પ્રતિમા...
પૂજ્ય ભાઈશ્રી :– ભગવાનની પ્રતિમામાં મુખ્યપણે તો અનંત સ્વસંવેદન જે એમને તેરમા ગુણસ્થાને ઉત્પન્ન હોય છે ત્યાંથી પોતાના સ્વસંવેદનનું સ્મરણ કરવું. આ એક મુખ્ય મુદ્દો છે. પછી એમની વીતરાગતા, સંપૂર્ણ અંતર્મુખતા, પરિપૂર્ણ વીતરાગતા અને સંપૂર્ણ અંતર્મુખતા. એ પ્રતિમાની અંદર એટલી પ્રસિદ્ધ છે કે અરૂપી આત્માનું મૂર્તિમંત સ્વરૂપ એવું છે. આત્મા અરૂપી હોવા છતાં એનું મૂર્તિમંત સ્વરૂપ એવું છે. એમ પોતાનો આત્મા અંદરથી ભાસે એ દર્શનનો મુખ્ય હેતુ છે. જિનપ્રતિમાનો આ