________________
૩૩૦
રાજહૃદય ભાગ-૧૨ જે બોધ લે એ. પણ પોતે પોતાના પરિણામનું પૃથક્કરણ કરે છે- Analysis કરી દે છે. અમને કેટલાક વખત થયાં કેટલીક) સહજ પ્રવૃત્તિ અને કેટલીક) ઉદીરણ પ્રવૃત્તિ.” એટલે અમે કરીએ છીએ અને થાય છે. કેટલી સહેજે થાય છે અને કેટલીક અમે કરીએ છીએ અને થાય છે. એવી રીતે અમારી પ્રવૃત્તિ વર્તે છે.
મુમુક્ષુ -પ્રવૃત્તિના બે ભાગ પાડ્યા. પૂજ્ય ભાઈશ્રી:-બે વિભાગે વર્તે છે.
મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે તો સહજ જ પ્રવૃત્તિ વર્તે છે. સહજ પ્રવૃત્તિ એટલે શું? અહીંયાં શું કહેવા માગે છે? કે ‘સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્દભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. મારે આમ કરવું છે એવી ઇચ્છા ન થઈ હોય. પણ ઇચ્છા વિના કોઈ કામ આવી પડે અથવા તો કોઈ કામ કરવાનું બાકી હોય અને પછી ન કરવાનું થઈ જાય. ન કરવાની ઇચ્છા ન કરી હોય, ન કરવાની ઇચ્છા કરી હોય. એકપણ ઇચ્છા ન કરી હોય. આપોઆપ એ કામ નવું ઊભું થાય અથવા જૂનું બંધ થઈ જાય. ગમે તેમ થાય. એ પ્રારબ્ધ ઉદય અનુસાર જે થાય છે એ પ્રમાણે જે છે એને સહજપ્રવૃત્તિ કહીએ છીએ.
બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાથદિયોગે કરવી પડે છે. બીજાને માટે કરવી પડે તે. અમારા માટે કરતા નથી એમ કહે છે. બીજાને માટે કરવી પડે. એટલે એમ કરીને બીજી પ્રવૃત્તિ છે એ સંબંધમાં અમે કેવી રીતે વિચારીએ છીએ, કેવી રીતે ચાલ ચાલીએ. છીએ એની થોડી સૂક્ષ્મ વિષયની આમાં ચર્ચા કરી છે. (અહીં સુધી રાખીએ...)
મુમુક્ષને ભલે બેહદ ઉપકારબુદ્ધિ વર્તે, પરંતુ સત્પરુષને તો, પોતે કાંઈ જ ઉપકાર કર્યો નથી - તેવો ભાવ વર્તે છે. તેથી તેઓ અંતરંગમાં નિસ્પૃહ હોય છે - જ્ઞાનીપુરુષની આ ગુપ્ત આચરણા છે.
અનુભવ સંજીવની-૧૪૬૮)