________________
પત્રાંક-૬ ૨૦
૩૩૩ પ્રથમથી જ ઊભો છે Advance પણે. એટલે જેવો ઉદય આવે છે એની સાથે એ અજાગૃત સ્વરૂપમાં તો જાગૃતિ આવી નથી એટલે અજાગૃતભાવે તો છે જ, એ પ્રમાણે રહીને તન્મય થઈને પૂરેપૂરો પરિણમે.
મુમુક્ષુ-પૂરેપૂરો જોડાય જાય છે?
પૂજ્ય ભાઈશ્રી:-પૂરેપૂરો જોડાય છે, આખેઆખો જોડાય છે. સર્વસ્વ માનીને. એ ઉદયને સર્વસ્વ માનીને.
જ્ઞાનીજીવની બીજી દશા છે એમ કહે છે. એમને ખ્યાલ આવે છે કે આ ઉદય આવ્યો, આ ઉદયને રોકી શકાય એવું નથી, ભોગવ્ય છૂટકો છે. તો અંદરમાં પહેલેથી સાવધાન છે. એ પણ Advanceમાં–પહેલેથી સાવધાન છે કે હું મારી સ્વરૂપજાગૃતિમાં બરાબર રહું અને અહીંયાં ઉદાસીન થાવ. પછી એમાં બે પ્રકાર છે. એ નીચે લેશે. કારણ કે એ બહારનો વિષય થઈ ગયો. તો એમાં સહજપણે પણ રહે છે અને ઉદીરણ પ્રવૃત્તિ પણ કોઈ કરે છે. એટલે ઇચ્છાપૂર્વક પણ કોઈ પ્રવૃત્તિ કરે છે. બે પ્રકારે પ્રવૃત્તિ કરે છે. એમાં એનું વર્ણન એ પોતાની દશાથી નીચે કરશે. પણ એમાં કેટલીક પ્રવૃત્તિ ઇચ્છા વિના કરે છે અને કેટલીક પ્રવૃત્તિ ઇચ્છાપૂર્વક કરે છે. જે ઇચ્છા વિના કરે છે એને સહજ કહે છે. ઇચ્છાપૂર્વક કરે છે એને ઉદીરણ પ્રવૃત્તિ એમણે કહી છે. એમ પોતાના પરિણામને અહીંયાં બે વિભાગમાં સમજાવ્યા છે. .
અહીંયાં એમ કહેવું છે કે જો સ્વરૂપની જાગૃતિ ન હોય. અહીંયાં જાગૃત ઉપયોગ એટલે જાગૃતિની સાવધાની ન હોય. કારણ કે ઉપયોગ તો પૂર્વ પ્રારબ્ધને અનુસરીને પણ થવાનો છે. અને ઉપયોગ તો એકસાથે બેને વિષય કરે નહિ. આ તો છદ્મસ્થની સ્થિતિ છે. છતાં પણ સાવધાનીને અહીંયાં ઉપયોગ કહ્યો છે. ઉપયોગનો આવો અર્થ ઘણી જગ્યાએ થાય છે. ઉપયોગ એટલે સાવધાની. જરા ઉપયોગ રાખજો, એમ કહે. એટલે ધ્યાન રાખો, સાવધાન થાવ, લક્ષ આપો. એવા અર્થમાં પણ ઉપયોગ શબ્દ વપરાય છે.
એટલે જાગૃત ઉપયોગ ન હોય તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે.” એવો પોતાને બહુ સ્પષ્ટ ખ્યાલ છે, એવું સ્પષ્ટ ભાન છે. તેથી સર્વસંગભાવને મૂળપણે. પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવીએટલે કરીએ છીએ. ‘તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે તે પ્રકાર.... પુરુષાર્થ સહિતનો તે પ્રકાર ભજવો ઘટે. એ પ્રકારના પુરુષાર્થસહિત એ પ્રસંગમાં ઉદયમાંથી પસાર થવું ઘટે. ત્યાંથી એને એટલી સાવધાની અને પુરુષાર્થ વિશેષ કરવો જોઈએ.