________________
૩૩૪
રાજહૃદય ભાગ-૧૨ આમાં એક વિશેષ સૂક્ષ્મ વિષય શું છે? કે કેટલીક તો સહજપુરુષાર્થ અને સહજ સાવધાની પરિણતિ લઈને થાય છે અને કેટલુંક નવું બળ પણ એ વખતે પોતે કરે છે કે જેને લઈને સર્વાશ અસંગતા જન્મે. સર્વાશ અસંગતા કયા જન્મે ? મુનિદશામાં જન્મે. સર્વસંગપરિત્યાગ કર્યો છે એમણે. તો ઉદયના કાળે એ દિશાનો પુરુષાર્થ ચાલતો રહેવો જોઈએ.
સામાન્યપણે મુમુક્ષુ એમ વિચારે છે કે આપણે વેપાર-ધંધો ઉદય હોય ત્યારે તો એ બધા કાર્ય કરીએ અને નવરા પડીએ ત્યારે આપણે શાસ્ત્ર વાંચીએ, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ. પૂજા-ભક્તિ કરીએ, કાંઈ ને કાંઈ ધર્મપ્રવૃત્તિ કરીએ. ધર્મપ્રવૃત્તિ કરવાનો Period આપણો જુદો અને સંસાર પ્રવૃત્તિ કરવાનો Period આપણો જુદો. એમ વહેંચી નાખે છે. એ બરાબર નથી.
જ્ઞાની તો ઉદય ભોગવતા પણ, ઉદય અનુભવતા પણ, ઉદય પ્રસંગમાંથી પસાર થતાં પણ એ વખતે અમુક તો એનો સહજ પુરુષાર્થ પરિણતિને લીધે વર્તે છે અને કેટલોક પાછો વિશેષ પણ કરે છે. એમ છેલ્લી લીટીમાં કહેવા માગે છે.
મુમુક્ષુ -સાવધાનીમાં પણ જોર હોય છે? પૂજ્ય ભાઈશ્રી:-હા. વિશેષ એ વખતે પ્રયત્ન કરે છે.
જેમ એક માણસ રસ્તા ઉપર ચાલે છે તો સહેજે સંભાળીને ચાલે છે. કે ખાડો આવે તો તરીને ચાલુ, પથરો આવે તો પગ વધારે ઉપાડીને ચાલું. ઠેસ ન લાગી જાય. નહિતર ઠેસ લાગે તો માણસ પડી જાય. પણ સામાન્ય સાવધાની-Normal સાવધાની હોય છે એ તો હોય છે. પણ એકદમ કોઈ ટોળું છૂટું આવ્યું હોય અથવા એકદમ કોઈ Traffic માં વાહન છૂટ્યા. કોઈ signalછૂટી ગયું અને પોતે આવી ગયો વચ્ચે. તો પછી શું કરે ? એ વખતે એકદમ સાવધાન થઈ જાય. અમુક તો સાવધાની એની વર્તે જ છે. પણ એ વખતે એ વધારે સાવધાની રાખે કે આમથી પણ વાહન છૂટ્યા છે, આમથી પણ વાહન છૂટે છે. હું વચ્ચે આવ્યો છું. એ વખતે થોડી વિશેષ સાવધાનીમાં આવે છે. એટલી વિશેષતા એ કરે છે.
એમ અહીંયાં પરિણામની ચાલ છે અને ઉદયનો ઘેરો વધે છે તો સહજ સાવધાની ઉપરાંત કેટલીક સાવધાની એવા પ્રકારની છે કે સર્વાગ અસંગતા જન્મે. એ વધતો પુરુષાર્થ... વધતો પુરુષાર્થ ક્યાં લઈ જશે? અસંગતાને જન્માવી દેશે. એમને તો એ જ દેખાય છે. એમને તો અહીંથી છૂટીને એ જ સર્વસંગપરિત્યાગની અસંગદશામાં ચાલ્યું જવું, પહોંચી જવું. એ જ એમને ઘૂંટાય છે. એટલે એ બાજુનો હું તો પુરુષાર્થ કરું છું એમ