________________
૩૩ર
રાજહૃદય ભાગ-૧૨ જોઈએ ? કે ઉદાસીનપણે કરવો જોઈએ. ઉપેક્ષા રાખીને કરવો જોઈએ. જે ઉપેક્ષા રાખવાથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાંએટલે ઉદય પ્રત્યે પ્રવર્તતા જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે....... એટલે પ્રસંગ ઊભો થાય. તે તે પ્રસંગમાં સ્વરૂપને વિષ) જાગૃત ઉપયોગ ન હોય તો...” એમ કહેવું છે. જો સ્વરૂપને વિષે જાગૃત ઉપયોગ ન હોય તો જ્ઞાની જીવને પણ સમાધિવિરાધના થતાં વાર ન લાગે.”
મુમુક્ષુ-સમ્યગ્દર્શન છૂટી જાય?
પૂજ્ય ભાઈશ્રી – છૂટી જાય. સ્વરૂપની જાગૃતિ ન રહે અને ઉદયમાં જાગૃતિ એકાંતે આવે તો જ્ઞાનદશામાં અને અજ્ઞાનદશામાં શું ફેર પડ્યો ? શું તફાવત છે ત્યાં? કાંઈ તફાવત નથી. એટલે ત્યાં એણે સમાધિને વિરાધી. પણ બળવાનપણે જેની અંતર પરિણતિ છે એવા જ્ઞાની પુરુષને જાગૃતિ સહજ જ રહે છે. વિકલ્પ કરીને એને જાગૃતિ રાખવી પડે એવી સ્થિતિ હોતી નથી.
તે માટે એમ થવા અર્થે. સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી, જેટલા સર્વ સંગભાવ છે એને મૂળથી પરિણામી કરવા એટલે અહીંયાં ભિન કરીને, સર્વ સંગભાવને મૂળથી ભિન્ન કરીને, સવશે ભિનકરીને, પૂરેપૂરા ભિન્ન કરીને ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે...” પછી જે પ્રસંગ ભોગવ્યા વિના છૂટવાનો નથી એની પ્રવૃત્તિ જે કાંઈ થાય એ સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરીને થાય, એમ કહેવું છે. અને તેમાં પણ, તોપણ એટલે તેમાં પણ એટલે એટલી પ્રવૃત્તિ કરતાં પણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. અને એમ પ્રવર્તતા પણ ત્યાંથી છૂટી જવાય, અસંગપણું થાય. અસંગપણું વધતું જાય, છે તો ખરું પણ અસંગપણું વધતું જાય તે પ્રકાર ભજવો ઘટે. એટલે તે પ્રકાર સહેજે સહેજે પુરુષાર્થમાં થવો ઘટે. | મુમુક્ષુની અથવા અજ્ઞાનદશાવાળાની ભાષામાં એમ કહી શકાય, કે અસંગતા. જન્મ એવો પુરુષાર્થ એ વખતે જ્ઞાનીએ કરવો જોઈએ. એ પ્રકારે પૂર્વ પ્રારબ્ધની અંદર જ્ઞાનીપુરુષના પરિણામની અંતર સ્થિતિ-પરિસ્થિતિ હોય છે. અને હોય છે એમાં એ શું કરે છે અને શું નથી કરતા ? આ એનો અંતરંગ પરિણામનો વિષય સમજવો. જરા ગૂઢ વાત છે. સૂક્ષ્મ પડે એવી વાત છે.
આમથી લઈએ તો જરા વધારે સમજાશે. અજ્ઞાનદશામાં શું થાય છે? કે જીવની પરિણતિ સહજપણે બાહ્ય સંયોગો પ્રત્યે સાવધાન છે. એટલે જે નવા નવા પૂર્વકર્મનો ઉદય આવે છે. એ ઉદયની અપેક્ષાવૃત્તિમાં જીવ પહેલેથી ઊભો છે, અગાઉથી ઊભો છે,