________________
પત્રાંક-૬ ૨૦
૩૩૧
તા. ૧૪-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬૨૧
પ્રવચન નં. ૨૮૩
“શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર ૬ ૨૦. પાનું-૪૭૬. બીજા Paragraphથી. ૪૭૬ પાને છે. ઉપરથી બીજો Paragraph. અહીંયાં પોતાની દશાનું વર્ણન કરે છે. પહેલા Paragraphથી લઈએ.
જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેને પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. આ પણ એમણે પોતાની દશાની વાત કરી છે. અંદરમાં જે સમાધિ પરિણતિ છે અને એ સમાધિ પરિણતિ દ્વારા આત્મસ્વરૂપની જાગૃતિ છે, એ જાગૃતિ નિરંતર કોઈપણ પ્રકારના પૂર્વકર્મ અથવા પ્રારબ્ધને ભોગવતી વખતે રહેવી જોઈએ. જો ન રહે તો એ સમાધિની વિરાધના થાય અથવા સમાધિન રહે.
આ વિષય જ્ઞાનીની અંતરંગ પરિણતિનો છે. પછી બાહ્ય પરિણતિનો વિષય બીજા Paragraphથી લેશે. જ્ઞાનીની અંતરંગ પરિણતિ એવી છે કે પૂર્વ પ્રારબ્ધને ભોગવે છે પણ ઉદાસીનપણે ભોગવે છે. એમાં ઉદાસીનતા રાખે છે, ઉપેક્ષાભાવ રાખે છે. એ પહેલેથી નિશ્ચય થયેલો છે અને પરિણતિ થયેલી છે એટલે ઉપેક્ષાભાવ રાખે છે. અજ્ઞાનદશામાં જેમ અપેક્ષાભાવ રહે છે તેનાથી વિરુદ્ધ એવો અહીંયાં ઉપેક્ષાભાવ રહે
મુમુક્ષુ – સહજ પરિણતિ હોય છે.
પૂજ્ય ભાઈશ્રી :- સહજ જ ઉપેક્ષાભાવ રહે છે. એ સહજમાં સહજ પુરુષાર્થ છે, એ સહજમાં સ્વરૂપની સહજ જાગૃતિ છે. અને એ રીતે પુરુષાર્થ અને જાગૃતિની સહજતાસહિત સહજપણું છે એમ સમજવા યોગ્ય છે.
ફરીથી. જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્યે નિવૃત્ત થવા યોગ્ય છે...” ભોગવવાથી નિવૃત્ત થાય છે. અથવા તે પૂર્વ કર્મ ખરી જાય છે, નિર્જરી જાય છે. તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે. એટલે કે અનુભવવું ઘટે. એનો અનુભવ તો કેવી રીતે કરવો