________________
૩૨૮
ચજહૃદય ભાગ-૧૨ ગુરુદેવ તો કાંઈ સામાજિક પ્રવૃત્તિમાં કોણ શું કરે છે એ પડતા નહિ. પણ કોઈ પ્રસંગ બને ત્યારે કોઈ વાર સંમતિ અને અસંમતિ પ્રગટ કરતા હતા. કોઈ કોઈ વ્યકિતગત રીતે. એવા પ્રસંગો બન્યા છે. તો આ વાત રહી જેને પોતાની જવાબદારીનું ભાન હોય એણે પોતાની જવાબદારી સંભાળવા માટે શું કરવું એટલું વિચારવાનું છે.
બીજા Paragraphથી. “જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેને પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય તો જીવને સમાધિવિરાધના થતાં. વાર ન લાગે. આ પોતા ઉપરથી લે છે. પોતે જ્ઞાની છે. જ્ઞાનધારા સમાધિદશા ચાલે છે. અને એ સમાધિને વિરાધના ન થાય તો કેવી રીતે ન થાય એનું સ્પષ્ટિકરણ કરે છે. મુમુક્ષને તો સમાધિ જનથી. એટલે એને વિરાધનાનો પ્રશ્ન રહેતો નથી. એ તો વિરાધના વિરાધનામાં જ ઊભો છે. પણ પોતાને જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે....” ભોગવ્યા વિના નિવૃત્ત થાય એવું નથી દેખાતું. તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; મારે જે તે પ્રસંગ છે એમાં ઉદાસીનતા રાખવી ઘટે છે. જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય... જે ઉદયના પ્રસંગો ઊભા થાય એમાં પોતે આત્મજાગૃતિમાં ન હોય તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે.” એની જે જ્ઞાનધારા છે એ છૂટી જાય.
તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવાદેવી ઘટે, તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મેતે પ્રકારભજવો ઘટે.’ આ પોતાની જે અંતરંગ ચાલ છે એનો પ્રકાર શું છે એ સ્પષ્ટ કરે છે. તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી.... એટલે જે કાંઈ સંગભાવ ઉત્પન થતો હોય, એટલે ઉદયભાવ. ઉદયભાવ છે એ સંગભાવ છે. તે પરિણામી કરી. પરિણામી કરી એટલે એતો પરિણમ્યા વિના અનિવાર્ય છે. પરિણમવું તે અનિવાર્ય છે.
તે ભોગવ્યા વિના નછૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે... અને એ પ્રવૃત્તિ ઉદયમાં આવે એ પ્રવૃત્તિ થવા દેવી ઘટે. ‘તોપણ...” હવે ત્યાં શું ? કે તોપણ તે પ્રકાર કરતાં સવશ અસંગતા જન્મે. એ પ્રકારનો જે પુરુષાર્થ. જ્ઞાનીને મુનિદશાનો પુરુષાર્થ હોય છે). સવંગ અસંગતા જન્મે છે એ કઈ દશામાં?મુનિદશામાં જ્ઞાની હોય તે મુનિદશાનો પુરુષાર્થ ચાલુ રાખે છે. પૂર્વ પ્રારબ્ધને ભોગવતા મુનિદશા યોગ્ય જે પુરુષાર્થ, મુનિદશામાં આવવાનો જે પુરુષાર્થ એવો યોગ્ય પુરુષાર્થ એ ચાલુ રાખે છે અને એ પ્રકાર ભજવો ઘટે છે. એવો પ્રકાર એના પરિણમનમાં હોવો ઘટે છે. જો એવો