________________
પત્રાંક-૬૨૦
૩૨૭ પણ નથી રહેતી.
એક વખત “ગુરુદેવ પાસે વાંચન સંબંધીની ચર્ચા નીકળી હતી કે આપણા મંડળોની અંદર વાંચન થાય છે અને કોઈ મુમુક્ષુ વાંચન કરતા હોય છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં આ વ્યવહાર ચાલુ થયો છે. ગામેગામ મંડળોમાં વાંચન કરવાનો). મુમુક્ષુઓ કાંઈ બધા જ્ઞાની તો કોઈ હોય નહિ. તો પછી આ પ્રકારે ચાલે છે એ બરાબર ચાલે છે? રાત્રી ચર્ચામાં આ પ્રશ્ન નીકળેલો.
એમ કહ્યું કે જ્ઞાનીની આજ્ઞાએ એવી પ્રવૃત્તિ કરતાં બાધ નથી. મુમુક્ષુને પણ જ્ઞાનીની આજ્ઞાએ એવી પ્રવૃત્તિ કરતાં બાધ નથી. જ્ઞાનીની આજ્ઞાએ-આ શબ્દમાં ઘણું રહસ્ય છે. અને એ વિષય ઘણો વિચાર માગે છે. પણ સામાન્ય રીતે જ્ઞાનીની આજ્ઞા એવી છે કે મુમુક્ષુ મુમુક્ષુએ સાથે મળીને સત્સંગ કરવો. ઉપદેશ કરનાર તરીકે કોઈએન બેસવું. ઉપદેશક તરીકે ન પ્રવર્તવું. સમવિચારના મુમુક્ષુએ સાથે બેસીને પોતાના આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવા માટેની વિચારણા, વિચાર-વિમર્શ કરવો. એ પ્રકારની પ્રવૃત્તિ (કરવી) એ તો બધા જ્ઞાનીઓની આજ્ઞા છે. સત્સંગ કરવા માટે બધા જ્ઞાનીઓની આજ્ઞા છે. અને ત્યાં તો સત્સંગન કરે એ જ્ઞાનીની આજ્ઞા બહાર છે. ત્યાં તો સત્સંગમાં ન રહે, સત્સંગ ન કરે તે જ્ઞાનીની આજ્ઞા બહાર છે. પણ ઉપદેશકની વાત જુદી છે, સત્સંગની વાત જુદી છે.
ત્યારે જ્ઞાનીની આજ્ઞાએ જે કાંઈ વાંચન આદિ થાય એ તો ઠીક છે પણ હવે શું કરવું? એ પ્રશ્ન ઊભો થાય. તો કહે છે, સત્સંગ કરવો. એ તો જ્ઞાનીની આજ્ઞા છે. એમાં કાંઈ આજ્ઞાવિરુદ્ધ જવાનું રહેતું નથી. એ તો કર્તવ્ય છે. એ પ્રકાર મુમુક્ષુને માટે યોગ્ય છે.
મુમુક્ષુ -જ્ઞાનીની આજ્ઞા એ બહુવિચારી વિચારીને... પૂજ્ય ભાઈશ્રી:- હા. બહુવિચારીને... મુમુક્ષુ -શું આજ્ઞા?કેવા પ્રકારની આજ્ઞા?
પૂજ્ય ભાઈશ્રી:- હા. એ તો સામાન્ય રીતે શું થાયકે પોતાને ક્ષોભ થાય,કે નહિ, આ મારું કામ નથી. મારે તો હજી પામવું બાકી છે. તોપણ જે-તે ગામના સમાજ તરફથી દબાણ થતું હોય તો એ સામાન્ય રીતે એક્ષોભ વ્યક્ત કરે. ગુરુદેવ’ વિદ્યમાન હોય તો. તો અભિપ્રાય જાણવા મળી જાય.કે એણે જવા જેવું છે કે જવા જેવું નથી ?પ્રવૃત્તિ કરવા જેવી છે કે પ્રવૃત્તિ કરવા જેવી નથી ?પણ એટલી પોતાને સમીપતા હોવી જોઈએ, વાત કરવાની નિકટતા હોવી જોઈએ અને એટલી એને પોતે પણ સરળતાથી તૈયારી રાખવી જોઈએ.