________________
૩૨૬
રાજહૃદય ભાગ-૧૨ મુખ્ય હેતુ છે.
આ તો શું છે કે જે જીવોને કાંઈ પણ ઉપદેશની પ્રવૃત્તિ રહેતી હોય તો અથવા બીજાને માટે એવો વિચાર આવતો હોય. ઉપદેશ માર્ગ પ્રવર્તાવવો. કોઈપણ પ્રવૃત્તિથી. એની ગંભીરતાથી. એટલા માટે સામાન્ય રીતે આચાર્યોના ગ્રંથો, જ્ઞાનીના ગ્રંથો. એનું જ પ્રકાશન કરવામાં આવે છે એનું મુખ્ય કારણ એ છે. કે એ જેમની સહજ વાણી નીકળી ગઈ છે અને જેમાં આત્મહિતનું નિમિત્તતત્ત્વ છે. તો કહે એનું પ્રકાશન કરો પછી જેના મળતા હોય એનું પ્રકાશન કરવું. પોતે પોતાની વાણીથી પોતાને, પોતાની રચનાથી બીજાને ઉપદેશમાં પ્રવર્તાવે એ પ્રકારમાં પોતે બને ત્યાં સુધી ન જાય, એમ કહેવું છે.
મુમુક્ષુ –આવા જ્ઞાનીમહાપુરુષોને પણ આવો વિચાર આવે છે.
પૂજ્ય ભાઈશ્રી:- એમને એ વિચાર આવે છે. કેટલા સમર્થ છે તોપણ એમને એ વિચાર આવે છે કે મારે મૌન રહેવું છે, મારે મૌન રહેવું છે. મારે ઉપદેશમાર્ગ હજી પ્રવર્તાવવો નથી. એ પોતે તો એવો નિર્ણય કરી ચૂકયા છે કે જ્યાં સુધી વ્યવસાયમાંથી નિવૃત્ત ન થઈએ ત્યાં સુધી ઉપદેશમાર્ગ પ્રવર્તાવવો નહિ. વેપાર-ધંધામાં બેઠા હોય ત્યાં સુધી ઉપદેશ માર્ગે ન જાવું. કેમ? કે લોકો કંઈક જાતની શંકા કરશે. વ્યાપારમાંથી નિવૃત્તિ થયા પછી આંશિક પ્રવૃત્તિ કરવી પણ પૂરી પ્રવૃત્તિ ન કરવી. બહુ જ અલ્પ પ્રવૃત્તિ કરવી. ઘણી પ્રવૃત્તિ સ્વરૂપસ્થિરતાની કરવી અને સ્વરૂપસ્થિરતાની પ્રવૃત્તિ કરતા અંતર પ્રવૃત્તિમાંથી જો મુનિદશા આવી જાય તો જ માર્ગ પ્રવર્તાવવો. કેમકે ગૃહસ્થદશાની અંદર પણ શંકાઓ કરે છે. વ્યવસાય ન હોય પણ કુટુંબ-પરિવાર હોય તોપણ શંકા કરવાનું સ્થાન છે. અને વ્યવસાય હોય એને તો વધારે શંકા કરવાનું સ્થાન છે. કેમકે એને તો અનેક માણસો સાથે લેતી-દેતીનો પ્રસંગ રહે. પોતે એ વિચાર રાખ્યો છે કે જ્યાં સુધી વ્યવસાયમાંથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી તો બિલકુલ પ્રવૃત્તિ કરવી નહિ. વ્યવસાયમાંથી નિવૃત થતાં અલ્પ પ્રવૃત્તિ કરવી પણ વિશેષ પ્રવૃત્તિ મુનિદશામાં આવવાની કરવી. સર્વસંગપરિત્યાગ થઈ જાય પછી ઉપદેશક થવાય. આ રીતે પોતે પોતા માટે વિચાર્યું છે. એવું સ્પષ્ટ નીકળે છે.
મુમુક્ષુ – ગૃહસ્થની વાણીથી કોઈનું અકલ્યાણ થઈ શકે એવી ભાવનાથી મૌન રહેવું?
પૂજ્ય ભાઈશ્રી:-હા. જેને જે ઉપદેશ દેવાને યોગ્ય નથી, એવા જીવ ઉપદેશદેતો એનાથી બીજાને નુકસાનનું કારણ થાય. પોતાને તો અવશ્ય નુકસાન થાય જ. જે પોતાને નુકસાન થાય એ બીજાને લાભનું કારણ થાય એ વાત તો કાંઈ વિચારવા જેવી