________________
૩ર૩
પત્રાંક-૬૨૦. નથી થતું. એમ છે.
મુમુક્ષુ -અવધિજ્ઞાન અને મન પર્યવ જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન થાય?
પૂજ્ય ભાઈશ્રી :- સામાન્ય રીતે તો થવું જોઈએ. બહુ સિદ્ધાંતનો ખ્યાલ નથી. સામાન્ય રીતે તો એટલી બહારની દશા જ્ઞાનમાં આગળ વધે છે કે કેવળજ્ઞાન પ્રતિ જવા જોઈએ. કોઈ મુનિરાજને મન:પર્યવજ્ઞાન સુધી પહોંચ્યા હોય...કેવળજ્ઞાન ન થાય અને દેવલોકમાં જઈને પછી થાય. મોક્ષગામી તો છે. એકાદ ભવ બાકી હોય તો એ સિદ્ધાંતનો ખ્યાલ નથી. એ વિષય થોડો કરણાનુયોગનો છે. પાકો સિદ્ધાંત જાણવામાં નથી.
મુમુક્ષુ-શ્વેતાંબરમાં તો મન:પર્યાય જ્ઞાન તો કેવળજ્ઞાન થાય.
પૂજ્ય ભાઈશ્રી:- હા. સામાન્ય રીતે તો એવું લાગે છે. છતાં સિદ્ધાંતિક રીતે શું સિદ્ધાંત છે, કે અફર સિદ્ધાંત શું છે કે કાંઈ અપવાદ છે. એ આપણા જાણવામાં નથી.
શું કહે છે ? ભગવાન મહાવીરસ્વામી એ “સંયમને ગ્રહણ કરતાં મનપર્યય નામનું જ્ઞાન પામ્યા હતા. એવા શ્રીમદ્ મહાવીસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા.” મુનિદશામાં જે જંગલની અંદર વિચર્યા એ મૌનપણે વિચર્યા. કોઈને ઉપદેશ ન આપ્યો. સાધનામાં રહી ગયા. એકાંતે સાધનામાં રહી ગયા. ચોવીસ કલાક જાણે બીજું કોઈ કામ નહિ સ્વરૂપનું આરાધન કરવું આ એક જ કામમાં રહી ગયા. સાડા બાર વર્ષ રહ્યા.
આ પ્રકારનું તેમનું પ્રવર્તન.” નજીકના પહેલા તીર્થકર છે ને? નજીકના સૌથી પહેલામાં પહેલા ચોવીસમા તીર્થંકર છે એટલે એમનું દૃષ્ટાંત લીધું છે. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે. શા માટે આ વાત છે? મુનિને કાગળ લખે છે ને? લલ્લુજી છે એ ત્યાગી દશામાં હોવાથી સમાજમાંથી કેટલાક મુમુક્ષુઓ એમની પાસે ઉપદેશ સાંભળવા આવે. કોઈપણ સાધુ હોય, માણસ સાધુ પાસે ઉપદેશ સાંભળવા જાય. કાંઈક આપણને ધર્મલાભ આપે. કોઈપણ જીવ એમ કહે છે. કોઈ પણ જીવ ઉપદેશમાર્ગ પ્રવર્તાવતો હોય. પછી એ પંડિત હોય, વિદ્વાન હોય, જ્ઞાની હોય, ત્યાગી હોય. કોઈપણ. ઉપદેશમાર્ગની પ્રવૃત્તિ કરતો હોય. વક્તા હોય, લેખક હોય. બીજાને ઉપદેશ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો એને અપેક્ષિત આ વાત છે. ભગવાન મહાવીરસ્વામી સાડા બાર વર્ષ મૌન રહ્યા. બાર વર્ષ અને સાડા છ મહિના મૌન રહ્યા..... કાંઈ નથી. ઉપદેશ ગ્રહણ કરવા માટે લક્ષ રાખવા જેવું છે. એમ કહે છે.