________________
૩૨૨
રાજહૃદય ભાગ-૧૨ શકાય. ઉપયોગ મૂકે તો. નહિતર ન સાંભળે. ઉપયોગ ન હોય તો ન સાંભળે. એમ અહીંયાં જોવે નહિતો વાંચીન શકે એમબીજાના મનમાં શું ચાલે છે એમ ઉપયોગ મૂકે તો એ જાણી શકે. આ જે મન છે એ સૂક્ષ્મ પરમાણુની રચના છે, કમળની રચના છે. આઠ પાંખડીના કમળની રચના છે. એનો વિચાર મનમાં ચાલે છે ત્યારે એમાં પણ હલનચલન થાય છે. એ હલનચલનને એ જોઈ શકે છે. પરમાણુને જોઈ શકે છે એટલું જ્ઞાન ત્યાં સૂક્ષ્મ થાય છે કે જે કોઈ પણ સૂક્ષ્મ યંત્રદર્શકથી પણ ન જોઈ શકાય એવા એ સૂક્ષ્મ પરમાણને મન:પર્યય જ્ઞાન જોઈ શકે છે. અને એના ઉપરથી સ્પષ્ટ કોનો શું વિચાર છે એ જ્ઞાનમાં આવે છે. અને એ જ્ઞાન છઠ્ઠા ગુણસ્થાનથી નીચે કોઈને હોઈ શકે નહિ. ભલે સમ્યગ્દષ્ટિ હોય તોપણ. ચોથા અને પાંચમા ગુણસ્થાન સુધી એની ઉત્પત્તિ થતી નથી. આ ઉઘાડને છઠ્ઠા-સાતમા ગુણસ્થાન સાથે, છઠ્ઠા-સાતમા ગુણસ્થાનની પવિત્રતા સાથે સંબંધ છે. કેટલાક ઉઘાડને કષાયના અભાવ સાથે સંબંધ હોય છે એવી આ વાત છે. એટલે ત્રણ પ્રકારના કષાયનો નાશ થયો છે એને જ મન:પર્યય જ્ઞાન ઉત્પન થાય. ત્રણ પ્રકાર અને ત્રણ ચોકડીનો નાશ થયા વગર મન:પર્યવ જ્ઞાનની ઉત્પત્તિ કોઈને થઈ શકે નહિ.
મુમુક્ષુ -અવધિજ્ઞાન તો મિથ્યાષ્ટિને પણ થઈ શકે.
પૂજ્ય ભાઈશ્રી :- અવધિજ્ઞાન મિથ્યાષ્ટિને હોય છે. બધા દેવને, બધા નારકીઓને હોય છે. સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાદૃષ્ટિ હોય. પણ એને એ રાગ-દ્વેષનું, વધારે બંધનનું કારણ થાય છે, મોહનું વધારે કારણ થાય છે. એને જ્ઞાન તો થાય. એ જ્ઞાનની અંદર એને ભૂતકાળના સંબંધો, રાગના, દ્વેષના, જે કાંઈ પ્રસંગો બન્યા હોય તે જ્ઞાનમાં આવે અને) એને વધારે એને તીવ્ર રાગ-દ્વેષ થવાનું એ જ્ઞાન મિથ્યાષ્ટિને નિમિત્ત પડે છે. સમ્યજ્ઞાનીને આત્મામાં જવાનું એ નિમિત્ત પડે છે કે, અરે.રે.! આવા પ્રસંગ બન્યા ! આવા પ્રસંગ ! આમ બન્યું હતું! એને વૈરાગ્ય વધે છે. એને કુઅવધિ કહેવામાં આવે છે. મિથ્યાત્વ સહિતના અવધિજ્ઞાનને કુઅવધિ કહે છે. સમ્યગ્દર્શન સહિતના અવધિ જ્ઞાનને સુઅવધિજ્ઞાન કહે છે.
મુમુક્ષુ - નારકીમાં થાય, મનુષ્યમાં કુઅવધિન થાય પૂજ્ય ભાઈશ્રી:- કોઈને થાય. અવધિજ્ઞાન. મુમુક્ષુ - આ કાળમાં?
પૂજ્ય ભાઈશ્રી :- આ કાળમાં નથી થતું. બાકી થાય. અવધિજ્ઞાન પ્રગટ ન થાય એવું નથી. મનુષ્યમાં પણ અવધિજ્ઞાન પ્રગટ થાય છે પણ અત્યારે કાળમાં કોઈને