________________
પત્રક-૬૨૦
૩૨૧
સમ્યગ્દર્શન થઈ ગયું છે. ‘શ્રેણિક’ મહારાજાની વાત જુદી છે. જેને અગાઉના ભવમાં સમ્યગ્દર્શન થઈ ગયું એને તો મનુષ્ય અને દેવ બે જ ગતિ હોય છે. મનુષ્યગતિમાં છેલ્લે તીર્થંક૨૫દ છે એટલે આગળનો ભવ દેવગતિનો હોય છે. ત્યાં બધા દેવોને અવધિજ્ઞાન હોય છે. એમને પણ હોય છે. સમ્યક્ મતિ, સમ્યક્ શ્રુત અને સમ્યક્ અવધિ. ત્રણ જ્ઞાન તો એ ત્યાંથી લઈને આવે છે. ગર્ભમાં આવે ત્યારથી. માતાના ગર્ભમાં આવે ત્યારથી ત્રણ જ્ઞાન તો લઈને આવે છે. તીર્થંકર હોય છે.
જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી....' કેવી દશા હતી ? સામાન્ય વૈરાગ્યદશા નહોતી. સામાન્ય વૈરાગ્યદશા તો મુમુક્ષુને હોય, અન્ય મતિને હોય, કોઈને પણ હોય. પણ આત્મોપયોગી. પોતાના સ્વરૂપમાં ઉપયોગ રહેવાને લીધે જેની દશા વૈરાગ્યમય હતી. અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી... જે કાંઈ ગૃહસ્થનો કાળ હતો. ૩૦ વર્ષની ઉંમર સુધી એ ઘરમાં રહ્યા છે, ગૃહસ્થદશામાં રહ્યા છે. પછી સંયમને ગ્રહણ કરતાં મુનિદશાને અંગીકાર કરતાં ભનઃપર્યંત નામનું જ્ઞાન પામ્યા હતા....' તીર્થંકરદેવને દીક્ષા લીધા પછી સપ્તમ ગુણસ્થાને આવે ત્યારે એને શરૂઆતથી જ તે મનઃપર્યય જ્ઞાન એવા ચોથા જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. મનઃપર્યય જ્ઞાન બધા મુનિઓને નથી થતું. પણ તીર્થંકરોને અને ગણધરોને તો અવશ્ય હોય છે. બીજા પણ કોઈ કોઈ મુનિઓને મનઃપર્યય જ્ઞાન થાય છે. પણ બધાને થતું નથી.
સંયમને ગ્રહણ કરતાં મનઃપર્યય નામનું જ્ઞાન પામ્યા હતાં... આ બે શાન સંબંધી તો સામાન્ય રીતે આપણે ત્યાં જાણપણું છે. અવધિજ્ઞાન છે એ દૂરક્ષેત્રવર્તી અને દૂર કાળવર્તી અન્ય પદાર્થોને જાણવા સંબંધીનું ઉઘાડ જ્ઞાન છે. એને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ભૂતકાળના અને ભવિષ્યના કાળ સંબંધી અને બીજા ક્ષેત્રો સંબંધી. એટલે અહીંયાં મનુષ્ય હોય તો દેવલોકને જોવે, દેવલોકમાં હોય તો મનુષ્યલોકને જોઈ શકે. નારકીને જોઈ શકે. અવધિ એટલે જુદી જુદી મર્યાદા છે એની. દરેકને એકસરખી જેમ અહીં બુદ્ધિ નથી હોતી. એમ અવધિજ્ઞાન પણ દરેકને એકસરખું નથી હોતું. કોઈની અવધિ થોડી હોય છે, કોઈની અવિધ વધારે હોય છે. અવધિને હિસાબે એને મર્યાદા કહી છે. અને મન:પર્યય જ્ઞાન છે એ બીજાના મનના પરિણામ જાણી શકે. ન બોલે તોપણ કોના મનમાં શું વિચાર ચાલે છે એ ઉપયોગ મૂકે એટલે જાણી શકે. ઉપયોગ ન મૂકે ત્યાં સુધી ન જાણે.
જેમ જોવાના ઉપયોગથી જોઈ શકાય છે અને સાંભળવાના ઉપયોગથી સાંભળી