________________
૩૧૮
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી :- એમ લાગે છે. કોઈ મુમુક્ષુ ખાસ મુમુક્ષુને ખબર આપવી. બધાને ખબર ન આપવી. એટલો ભાવાર્થ નીકળે છે. એવું લાગે છે.
“અને તે વાત પર વિચાર કરતાં અત્રેથી જતી વખતે રોકાવાનો વિચાર ઉપરામ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એટલે જતી વખતે ક્યાંય ન રોકાવું. ક્યાંક રોકાઈએ. એક જગ્યાએ જઈએ તો પછી બધે પછી ખબર એ લોકો એકબીજાને આપતા હોય છે કે અહીંયાં આવવાના છે તમારે આવવું હોય તો આવજો. અમારે ત્યાં આવવાના છે. તમારા બધાને અહીંયાં આવવું હોય તો આવજો.
એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં તથા લખતાં જે પ્રાયે અક્રિયપરિણતિ વર્તે છે...” એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં. કોઈપણ પ્રસંગની અંદર પ્રવૃત્તિ કરતાં કે કોઈપણ પ્રસંગની અંદર એનું લખાણ, પત્ર વગેરે લખતાં “અક્રિયપરિણતિ વર્તે છે...” પરિણતિમાં જે ક્રિયા છે એ ચાલતી નથી. અક્રિયપણું થઈ જાય છે. અંદરની જે આત્માની દશા ઘણી બળવાન થઈ છે એની અસર આ પ્રકારની આવી છે કે બાહ્ય આકારે ઉપયોગ લઈ જવો હોય તોપણ થઈ શકતો નથી એમ કહેવું છે. એટલી એકદમ અધ્યાત્મની દશામાં પોતે વર્તે છે.
‘તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી. અને એવી અક્રિય પરિણતિને લીધે જે લખવા માટે તમને વધારે જણાવવું જોઈએ એ પણ જણાવી શકાતું નથી. ‘તોપણ તમારા જાણવાને અર્થે મારાથી કંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે. તોપણ તમારા જાણવા માટે જે બની શક્યું એટલે જણાવ્યું છે. એ જ વિનંતિ.” આટલું લખ્યું છે એ મારાથી બન્યું એટલું લખ્યું છે. આથી વધારે બની શકે એવું નથી એમ કહેવું છે. “શ્રી ડુંગરને તથા લહેરાભાઈને યથાયોગ્ય.’
એ રીતે પોતાના પરિણામનો થોડો ઉલ્લેખ કરીને એ વખતે મુંબઈથી નીકળવાના Programmeનો જે અંદાજ છે, એ “સોભાગભાઈને જણાવ્યો છે. સહજાત્મસ્વરૂપ યથાયોગ્ય.’ ૬૧૯મો પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬ ૨૦
મુંબઈ, અસાડ વદ ૦)), સોમ, ૧૯૫૧ જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી. એવીવૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ