________________
૩૧૪
રાજહૃદય ભાગ-૧૨
થવું સંભવતું નથી.’ કેમકે એ ભાવપ્રતિબંધ છે એ જ દુઃખરૂપ છે. ભાવે જે પ્રતિબંધ છે એ સ્વયં દુઃખરૂપ છે. એની સાથે દુઃખ અવિનાભાવી હોય જ છે. દુઃખ ન હોય એવું બને નહિ.
એટલે જેણે સર્વથા સ્થિર થવું હોય, એણે સર્વ પ્રતિબંધથી મુક્ત થવું એવું નક્કી કરવું જોઈએ. કોઈ જીવને પૂછો કે તમારે થોડાક દુઃખી રહેવું છે ? વધારે દુઃખી રહેવું છે ? કેટલા દુઃખી રહેવું છે ? દુઃખી રહેવા કોઈ તૈયાર નથી. જો દુ:ખી થવા કે દુઃખી ૨હેવા કોઈ તૈયાર નથી તો સર્વપ્રકારના પ્રતિબંધથી છૂટવું, મુક્ત થવું એ સિવાય બીજો કોઈ એનો ઉપાય હોય, કોઈ બીજો વિકલ્પ હોય એવું નથી. એટલું મથાળું બાંધ્યા પછી ‘સોભાગભાઈ’ને સંબોધન કરે છે.
પરમાર્થનૈષ્ઠિક શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.’ પરમાર્થ એટલે આત્મહિતમાં જેની નિષ્ઠા છે. જે પોતાનું હિત કરવા ખરેખર અંતઃકરણથી ચાહે છે એને ૫૨માર્થનૈષ્ઠિક કહેવામાં આવે છે. પોતાનો .. નીકળવાનો Programme છે એની આ પત્રમાં મુખ્ય વાત કરી છે.
અત્રેથી વવાણિયા તરફ જતાં સાયલે ઊતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે;...’ આગ્રહ કર્યો હશે કે આ વખતે તો જરૂર ‘સાયલા’ પધારો. કોઈ વિશેષ પ્રકારે લખ્યું છે એટલે વિશેષ ચાહના જાણી છે. અને તે વિષે કંઈ પણ પ્રકાર બને તો સારું એમ કંઈક ચિત્તમાં રહેતું હતું,...' કે ભલે કાંઈક બે દિવસ, ચાર દિવસ પણ ઉતરતા જઈએ.
‘તથાપિ એક કારણ જોતાં બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે ? આનિર્ણય લેવાની પદ્ધતિ શું છે ? યોગ્ય નિર્ણય લેવાની પદ્ધતિ શું છે ? એ આની અંદર થોડી એ વિષયમાં ચર્ચા આવી ગઈ છે. એક કા૨ણ જોવું એટલે તમને સુખ થશે, તમે ખુશી થશો, તમે રાજી થશો, તમારી વૃત્તિને પોષણ મળશે, તમારી રુચિને પોષણ મળશે, તમારી ભાવના વિશેષ આવિર્ભાવ થશે. એ કા૨ણ જોતા ઠીક લાગે છે. બીજું કા૨ણ બાધ પામે છે એટલે અમારે પરિચય વધારવો નથી. અમારે વધારે લોકોના સંગમાં આવતું નથી. ‘બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે ?” ત્યારે શું કરવું જોઈએ ? એક કારણથી લાભ દેખાતો હોય, બીજા કારણથી નુકસાન દેખાતું હોય તો શું કરવું જોઈએ ?
તેના વિચારમાં કોઈ તેવો માર્ગ જ્યારે જોવામાં આવતો નથી...' એટલે કાંઈ રસ્તો નીકળતો નથી કે આમ જ કરવું. ‘ત્યારે જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે