________________
૩૧૨
રાજહૃદય ભાગ-૧૨
પત્રાંક-૬૧૯ મુંબઈ, અસાડ વદ ૧૪, રવિ, ૧૯૫૧
નમો વીતરાગાય
સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. પરમાર્થનૈષ્ઠિક શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
અત્રેથી વવાણિયા તરફ જતાં સાયલે ઊતરવા સંબંધી તમારી વિશેષ ચાહના જાણી છે; અને તે વિષે કંઈ પણ પ્રકાર બને તો સારું એમ કંઈક ચિત્તમાં રહેતું હતું, તથાપિ એક કારણ જોતાં બીજું કારણ બાધ પામતું હોય ત્યાં કેમ કરવું ઘટે ? તેના વિચારમાં કોઈ તેવો માર્ગ જ્યારે જોવામાં આવતો નથી ત્યારે જે પ્રકારે સહજે બની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે; અથવા છેવટે કોઈ ઉપાય ન ચાલે તો બળવાન કારણને બાધ ન થાય તેમ પ્રવર્તવાનું થાય છે. કેટલાક વખતના વ્યાવહારિક પ્રસંગના કંટાળાથી થોડો વખત પણ નિવૃત્તિથી કોઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતું હતું, તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવા માતાપિતાદિના વચનાર્થે, ચિત્તની પ્રિયતાના અક્ષોભાર્થે, તથા કંઈક બીજાઓનાં ચિત્તની અનુપેક્ષાર્થે પણ થોડા દિવસ વવાણિયે જવાનો વિચાર ઉત્પન્ન થયો હતો. તે બન્ને પ્રકાર માટે કચારે યોગ થાય તો સારું, એમ ચિંતવ્યાથી કંઈ યથાયોગ્ય સમાધાન થતું નહોતું. તે માટેના વિચારની સહેજે થયેલી વિશેષતાથી હાલ જે કંઈ વિચારનું અલ્પપણું સ્થિર થયું તે તમને જણાવ્યું હતું. સર્વ પ્રકારના અસંગલક્ષનો વિચાર અત્રેથી આ પ્રસંગ ગણી, દૂર રાખી, અલ્પકાળની અલ્પ અસંગતાનો હાલ કંઈ વિચાર રાખ્યો છે, તે પણ સહજસ્વભાવે ઉદયાનુસાર થયો છે.
તેમાં કોઈ કા૨ણોનો પરસ્પર વિરોધ ન થવાને અર્થે આ પ્રમાણે વિચાર આવે છે – અત્રેથી શ્રાવણ સુદની મિતિએ નિવર્તવું થાય તો વચ્ચે ક્યાંય આ વખતે ન રોકાતાં વવાણિયે જવાનું કરવું. ત્યાંથી શ્રાવણ વદ ૧૧ના બને તો પાછું વળવાનું