________________
પત્રાંક-૬૧૮
૩૧૧
૬ ૧૯માં મથાળું બહુ સરસ છે. કે સર્વપ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.’ મારે પણ સર્વ દુઃખથી મુક્ત થવું છે માટે કોઈ પ્રતિબંધ અમારે નથી. બધા પ્રતિબંધ.. સિદ્ધ દશામાં શું છે ?મુક્તદશામાં છે કોઈ પ્રતિબંધ ? અરિહંતપદ છે ત્યાં સુધી તો દેહનો પણ પ્રતિબંધ છે. પછી કોઈ પ્રતિબંધ રહેતો નથી. સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.' આ એક સિદ્ધાંત છે. એને અનુસરીને અંદર પછી પત્રની અંદર વાત લખી છે. એ પણ સોભાગભાઈ’ ઉપરનો પત્ર છે.
આત્માર્થી જીવને ઉદય પ્રસંગમાં વારંવાર હારવાનું બને, પરંતુ જો સત્પુરુષના સમાગમરૂપ યોગ બને તો તે ઉદય પ્રસંગે સંઘર્ષ કરીને અંતે વિજય મેળવીને જ જંપે છે. અને આ પ્રકારે પ્રકૃતિને તોડતો તે આગળ વધે છે. યદ્યપિ પ્રકૃતિ સામે લડવામાં પરિશ્રમ ઘણો લાગે છે, તથાપિ સાચો આત્માર્થી પૂરી શક્તિથી ઉદ્યમ કરે છે. (અનુભવ સંજીવની–૧૪૭૭)
તીવ્ર અશાતાના ઉદયમાં જો જીવને યથાર્થ સત્સંગ યોગ રહે, તો જીવ અતિ અલ્પ સમયમાં ઉન્નતિક્રમમાં પ્રવેશ કરી, ભેદજ્ઞાનની ભૂમિકા સુધી પહોંચી જાય છે. - આમ ક્યારેક કોઈને તીવ્ર અશાતાનો ઉદય અધિક કલ્યાણકારી નીવડે છે. બહુભાગ શાતા સમયે જીવનો પુરુષાર્થ ધર્મ મંદ રહે છે.
(અનુભવ સંજીવની–૧૪૭૮)