________________
૩૦૯
પત્રાંક-૬ ૧૮
સ્વશવિત્ત મ્યુશન' આ શબ્દ લીધો છે. ૧૧૬માં ‘અમૃતચંદ્રાચાર્યે જે “સમયસારમાં વાત કરી છે. ૧૧૬ નંબરનો કળશ છે. બુદ્ધિપૂર્વકનો રાગ કે અબુદ્ધિપૂર્વકનો રાગ બને પ્રકારનો રાગ છોડવા માટે શું કરવું ? કે સ્વશકિતને સ્પર્શવું. સ્પર્શવું. સ્વભાવની સ્પર્શના કરવી. સ્વભાવમાં સ્થિર થવું, સ્વભાવમાં લીન થવું. આ એક જ ઉપાય છે. ત્રણે કાળે બીજો કોઈ ઉપાય નથી. છતાં એ પૂડ્યા કરે છે એનું શું કારણ છે? કે એનું કારણ એ છે કે એમને પોસાતું નથી, ત્યાં રહેવું પોસાતું નથી. પુરુષાર્થ એટલો ઊભો થઈ ગયો છે. એટલે એ પ્રશ્ન ઘૂંટ્યા કરે છે.
મુમુક્ષુ --
પૂજ્ય ભાઈશ્રી – હા. એને અણગમો બહાર આવે છે. ઉદાસીનતા બહાર આવે છે. કોઈ રીતે પણ કોઈ પણ પ્રકારનો સંગ મને ન હો અને અસંગવૃત્તિ અને અસંગદશાએ હું રહી જાઉં. એનું જોર છે. એટલે એમ પૂછાવ્યું, કે શું કરવું?
“તો ટળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ?” એ બહારનું બહારનું પૂછે છે. અંદરનું નથી પૂછતા. અંદરમાં શું કરવું એ તો જાણે છે. બહારમાં શું કરવું એ કાંઈ તમારે... એ જે ઉપાય પૂછે છે એ બાહ્ય ફેરફારના પૂછે છે. બહારમાં એવો શું ફેરફાર કરવો જરૂરી લાગે છે? એક બાજુ કેટલાક મુમુક્ષુઓનો સંગ એ મુમુક્ષુઓની યોગ્યતા જોતા એમને એ કરુણા પ્રગટી છે. કારુણ્યવૃત્તિ છે. એને એક સ્થાન મળ્યું. એ હોય જ છે. મોક્ષમાર્ગી દરેક ધર્માત્માઓને બીજા જીવો આવો સુખનો માર્ગ પામે એવી કરુણાવૃત્તિ હોય જ છે. એને વાત્સલ્ય પ્રભાવનાનું અંગ કહે છે. એ સમ્યગ્દર્શનની સાથે જ હોય છે. એના વગરનું સમ્યગ્દર્શન હોઈ શકે નહિ.
* એનું સ્થાન પાછું એ પ્રકારનું સંયોગ તો એવો સંયોગ થોડો થયો હતો. અમુક માત્રામાં થયો હતો, અમુક પ્રમાણમાં હતો. અને એ યોગ્ય જીવોને પોતે હિતનું નિમિત્ત થાય એવું પણ એમને સ્પષ્ટ જોવામાં આવતું હતું. એવું પોતાનું સામર્થ્ય હતું. એમાં સંયોગની આ પ્રતિકૂળતા હતી. બાકી એમણે નિર્જરા ઘણી કરી છે. આ સંયોગો વચ્ચે રહીને મોક્ષમાર્ગનું ઘણું કામ કર્યું છે. એકાવતારીપણું રહી ગયું એટલું કામ કર્યું છે. જે એમણે વિચાર્યું છે એ કોઈ કારુણ્યવૃત્તિથી બીજા માટે વિચાર્યું છે. બીજાને જવાબ મોડો લખાય છે. જે મુમુક્ષુઓને સત્સંગ જોઈએ એને એ ઉપલબ્ધ થતો નથી. કેમકે એ તો રોકાયેલા છે.
બે પ્રકારે તકલીફ થઈ. એક તો સત્સંગ માટે નિવૃત્ત થતા નહોતા. બીજું પત્ર લખવામાં પણ નિવૃત્ત થતા નહોતા કે વૃત્તિ ચાલતી નહોતી. અને ખ્યાલ સ્પષ્ટ આવતો