________________
૩૦૮
ચજહૃદય ભાગ-૧૨ પરમાર્થનષ્ઠિકાદિ ગુણસંપન્ન...” ૨૮મા વર્ષે આ વિશેષણ વાપર્યું છે. પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએ યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. એ આગળ પ્રશ્ન થયા છે ને? પાંચ પ્રશ્ન. એના ઉપર તમારે ત્રણે જણાએ તમારી શક્તિ અનુસાર વિચાર કરવા યોગ્ય છે. જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિષે વિરતપણા જેવું જેને વર્તતું હોય.” પોતાની વાત કરે છે. પોતાના માટે વિચારવાન શબ્દ વાપર્યો છે. જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, આખો સંસાર છે એ એકાંતે ક્લેશનું કારણ છે અને ક્લેશનું સ્થાન છે, બીજું કાંઈ નથી. સુખની ગંધ પણ એમાં નથી. એકાંતે દુઃખરૂપ છે.
સાંસારિક ભોગોપભોગ વિષે વિરતપણા જેવું જેને વર્તતું હોય....” અને સંસારના ભોગઉપભોગ પ્રાપ્ત હોવા છતાં, પ્રાપ્તિ હોવા છતાં પણ જેને રસ આવતો ન હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો હોય,...” એવા જીવને લોકોનો વ્યવહાર, લોકવ્યવહારના પણ અનેક કાર્યો ઉદયમાં વર્તતા હોય અને વ્યાપારાદિ પણ ઉદયમાં વર્તતા હોય તો તે ઉદયપ્રતિબંધ ઈન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય..” એવો ઉદય એને છોડવો હોય. અનુકૂળતા ખાતર નહિ. આ સંસારના કાર્યો કરવા પડે છે એ બધી મજુરી મને નથી ફાવતી એમ નહિ. અનુકૂળતા માટે નહિ. આત્મહિતાર્થે એને ઉદય ટાળવો હોય. જુઓ ! આમાં ફેર છે. નહિતર એકમાં દ્વેષ આવે છે. જો અનુકૂળતા ખાતર એને ધંધાનું કામ ન કરવું પડતું હોય તો એને ધંધા ઉપર દ્વેષ છે એમ કહે છે. અને આત્મહિતાર્થે એને ઉદય ટાળવો હોય તો એને દ્વેષ નથી એમ કહે છે. કેટલું જુદું પાડ્યું છે!
તો તે ઉદયપ્રતિબંધ ઈન્દ્રિયના સુખને અર્થે નહિ પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ? એવો ઉદય ટાળવા માટે એને ઉપાય શું હોવો જોઈએ? શું થવો જોઈએ ? શું કરવો જોઈએ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. આ ફેરવી ફેરવીને પ્રશ્ન મૂકે છે. પોતાને ઉદયમાંથી છૂટવા માટે ઉપાય કરવો છે. ઉપાય નથી જાણતા એવું નથી પણ અંદર ચટપટી ચાલી છે એમ કહે છે. નોંધવા જેવી વાત છે. એમને ખ્યાલ છે કે ઉપાય શું ચીજ છે એ.
બુદ્ધિપૂર્વકનો રાગ કે અબુદ્ધિપૂર્વકનો રાગ છૂટવા અર્થે એક જ ઉપાય છે.