________________
૩૦૬
રાજહૃદય ભાગ-૧૨ મોટો પહાડ મારા ઉપર તૂટી પડ્યો. ઠેકડે ઠેકડા મારે. બે-ચાર વખત તો નીચે ઝાડ ઉપરથી ઉપરથી જાય, બે-ચાર વખત ઉપર ચડે. પછી સ્થિર થઈને બેસે. બે-ચાર વખત ચડ-ઉતર કરી નાખે જોયાને ત્યાં? ઈડરમાં કેટલા ચંચળ હોય છે! એક કાંકરો માર્યો હોય તો કેટલા ઝાડ ઉપર ઠેકડા મારી આવે.”
એમ જરાક સંયોગોમાં પ્રતિકૂળતા આવે અથવા પોતાના ધારેલામાં ક્યાંક જરાક ફેર પડે ત્યાં એને કાંઈકનું કાંઈક થવા માંડે. મૂળ તો એને કાંકરી વાગી છે. આટલું બધું શું થાય છે? એક કાંકરી વાગી છે એમાં આટલા બધા ઠેકડા શું કરવા માટે છો? કોઈ પણ સંયોગના ફેરફારને આટલું મહત્વ આપવું જોઈએ નહિ. સીધી વાત છે. સામાન્ય ગણીને, સાધારણ ગણીને ગૌણ કરી નાખવું). તો એને મોકળાશ રહે. તો પછી એને આત્મહિત કરવાની શક્તિ બચે. નહિતર શક્તિ તો બધી ત્યાં ખર્ચી નાખે છે. પછી શક્તિ બચતી નથી. મારો પુરુષાર્થ ઉપડતો નથી. પણ તેં વાપરી નાખ્યો છે. તારી પાસે પુરુષાર્થ છે તો ખરો.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવની પર્યાયમાં આત્મહિત કરવાનો વ્યક્ત પુરુષાર્થ છે. આત્મહિત સાધી શકે એટલો પુરુષાર્થ અને પ્રગટ છે. પણ એ ખર્ચે છે બીજે, ખોટે સ્થાને. આ એને જો બચાવતા આવડે, તો એટલે પોતાનું કામ કરવાની જગ્યા થઈ જાય છે, નહિતર જગ્યા રહેતી નથી અહીં સુધીની વાત છે. ૬૧૭ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬ ૧૮
મુંબઈ, અસાડ વદ ૧૧, ગુરુ, ૧૯૫૧ પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ પ્રત્યે,
પત્ર મળ્યું છે. કેવળજ્ઞાનાદિના પ્રશ્નોત્તર પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે તથા લહેરાભાઈએયથાશક્તિવિચાર કર્તવ્ય છે.
જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂપ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિષે વિરતપણા જેવું જેને વર્તતું હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો. હોય, તો તે ઉદયપ્રતિબંધ ઈન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ? તે સંબંધી કંઈ જણાવવાનું થાયતો કરશો. એ જવિનંતિ.
આ. સ્વ. યથા.