________________
પત્રાંક-૬૧૭
૩૦૫
નિર્ણય લેવાનું વિચારની સ્થિતિમાં ન બને જ્યારે જ્યારે કે આ યોગ્ય છે કે આ યોગ્ય છે ? આમ ક૨વું યોગ્ય છે કે આમ કરવું યોગ્ય છે ? એમ જ્યારે કોઈ નિર્ણય ન થતો હોય તો એ નિર્ણય ઉતાવળે કરી ન લે. એ નિર્ણયને Pending રાખે, મુલતવી રાખે. કોઈ એમનેમ નિર્ણય કરવો નથી. થાય નહિ ત્યાં સુધી એમનેમ ઉતાવળ નથી કરવી.
એટલું કરે કે બે નિર્ણયમાં કયા નિર્ણયથી વિશેષ લાભ-નુકસાનનો, આત્મિક દૃષ્ટિએ લાભ-નુકસાનનો પ્રકાર છે, એટલી જ તુલના કરી જોવે અને એમાં કોઈ ખ્યાલ આવે કે અહીંયાં કરતા અહીં ભૂલ વધારે છે, અહીં કરતા અહીં દોષ ઓછો છે. તો નિર્ણય લઈ લ્યે. પણ એમ પણ ન થતું હોય તો, લગભગ સરખી પરિસ્થિતિ હોય તો અને નિર્ણય ન થતો હોય તો જે ત્યારે થવાનું હશે એ થાશે. એ પ્રકા૨ છે.
મુમુક્ષુ :-...
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. આ તો બાહ્ય કાર્યનો નિર્ણય. બાહ્ય કાર્યના નિર્ણયની વાત છે. પોતાના હિતનો તો નિર્ણય એણે કરી જ લેવો જોઈએ કે મારે આત્મહિત કરવું જ છે. આત્મહિત કરી છૂટવું જ છે. આ ભવ મારો આત્મહિત કરવા માટેનો જ છે અને આ ભવમાં કરીને જ જાવું છે. એ નિશ્ચય કરવો જ જોઈએ. બરાબ૨ ક૨વો જોઈએ.
:
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :– હા. કોઈપણ કિંમતે. કરવું છે એટલે કોઈ પણ કિંમતે. કેમકે એનાથી બીજી કોઈ વધારે કિંમત પણ નથી. એનાથી કોઈ મોટી કિંમત છે નહિ.
જગતના પદાર્થોનું લાભ-નુકસાન એક સાધારણ વાત છે. એવા સંયોગો અનંત વાર આવ્યા અને ગયા. એથી વધારે સારા સંયોગો પણ અનંત વાર આવ્યા અને ગયા એથી હીણા સંયોગો પણ અનંત વાર આવ્યા ને ગયા. એવા ને એવા પણ આવ્યા અને અનંત વાર ગયા. એમાં શું વિશેષતા છે ? પોતે વજન વધારે આપે છે, પોતે કિંમત વધારે આપે છે. એ નાની વાતને મોટી કરી નાખીને રોકાઈ જાય છે. એ નાની વાત છે, સામાન્ય વાત છે. પોતે મોટી કરી નાખે છે. વજન વધારે આપી દે છે. એટલે એક બાજુની અધિકાઈ, બહારના પદાર્થોની અધિકાઈ, એની અંદરની અધિકાઈને ઉત્પન્ન ન થવા દે. જ્યાં સુધી બહારમાં અધિકાઈ છે ત્યાં સુધી અંદરમાં આવી શકશે નહિ. પછી ન વળી શકે એ સીધી વાત છે.
‘દિપચંદજી’એ ‘અનુભવ પ્રકાશ’માં બહુ સરસ દૃષ્ટાંત આપ્યું છે. આ જીવની વૃત્તિ વાંદરા જેવી છે. વાંદરાને એક કાંકરો મારે, છોકરો ટીખળ કરે. પાંચ વર્ષનો છોકરો, વાંદરો ભલે મોટો ગમે એવો હોય પણ પાછળથી એક કાંકરી મારે તો એને એમ લાગે કે