________________
પત્રાંક-૬ ૧૯
૩૧૩
કરવું, અને ભાદરવા સુદ ૧૦ની લગભગ સુધી કોઈ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ થાય તેમ યથાશક્તિ ઉદય ઉપરામ જેમ રાખી પ્રવર્તવું. જોકે વિશેષ નિવૃત્તિ, ઉદયનું સ્વરૂપ જોતાં, પ્રાપ્ત થવી કઠણ જણાય છે; તોપણ સામાન્યથી જાણી શકાય તેટલી પ્રવૃત્તિમાં ન અવાય તેમ થાય તો સારું એમ રહે છે, અને તે વાત પર વિચાર કરતાં અત્રેથી જતી વખતે રોકાવાનો વિચાર ઉપરામ કરવાથી સુલભ પડશે એમ લાગે છે. એક પણ પ્રસંગમાં પ્રવર્તતાં તથા લખતાં જે પ્રાય અક્રિયપરિણતિ વર્તે છે, તે પરિણતિને લીધે બરાબર હાલ જણાવવાનું બનતું નથી; તોપણ તમારા જાણવાને અર્થે મારાથી કંઈ અત્રે જણાવવાનું બન્યું તે જણાવ્યું છે. એ જવિનંતિ.શ્રી ડુંગરને તથા લહેરાભાઈને યથાયોગ્ય.
સહજાત્મસ્વરૂપ યથાયોગ્ય.
તા. ૧૩-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬ ૧૯, ૬ ૨૦
પ્રવચન નં. ૨૮૨
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૬ ૧૯. ૬૧૮મો થઈ ગયો. ૬ ૧૯. પાનું-૪૭૫.
સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી. સર્વ પ્રકારના પ્રતિબંધ, જે ભાવ પોતાના સિવાય અન્ય પદાર્થ પ્રત્યે બદ્ધ થાય છે, બંધાય છે, પ્રતિબદ્ધ થાય છે એ ભાવપ્રતિબંધ છે. એ ભાવપ્રતિબંધ મુક્તદશાથી વિરુદ્ધ દશા છે. પ્રતિબંધ પણ રહે, મુક્તપણે પણ રહે એવું તો કાંઈ બની શકે નહિ. જે દશા પ્રતિબંધયુક્ત છે તે દશા મુક્ત નથી. મુક્તદશામાં પ્રતિબંધ હોઈ શકે નહિ. સર્વ પ્રતિબંધ નથી. કોઈપણ જગ્યાએ સિદ્ધ પરમાત્મા લોકાલોકને જાણવા છતાં ક્યાંય પ્રતિબંધિત થતા નથી. વાણીથી ઉપદેશ પણ નથી. અરિહંતપદમાં તો અનિચ્છાએ વાણી પૂર્વકર્મને લઈને છે. પણ અહીંયાં તો એટલું પણ નહિ. એમ સર્વ પ્રકારના આકર્ષણથી, પ્રતિબંધથી, સંબંધથી. બધું લઈ લેવું. છૂટ્યા વિના “સર્વ દુઃખથી મુક્ત