________________
૩૧૦
રાજહૃદય ભાગ-૧૨ હતો કે આ જે લોકો પ્રશ્ન પૂછે છે એનું સમાધાન હું કરી શકું એમ છું છતાં લખાતું નથી. અને એમને મોડું થાય છે અથવા મળતું નથી. આ એમની એક કારુણ્યવૃત્તિ છે. એ કારુણ્યવૃત્તિમાં વચ્ચે વિક્ષેપ હતો. વ્યાપારનો ઉદય, વ્યવહારનો ઉદય એ એક મોટો વિક્ષેપ હતો. શા ઉપાયથી ટળે ? તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. એ જ વિનંતિ. બહુમાર્મિક પ્રશ્ન પૂછ્યો છે.
મુમુક્ષુ - જરૂરિયાત... પૂજ્ય ભાઈશ્રી :- જરૂરિયાત એમને દેખાણી છે એ કારુણ્યવૃત્તિને લઈને પણ એથી વધારે જરૂરિયાત કોને છે? જેને મેળવવું છે એને. એથી વધારે જરૂરિયાત કોને છે? કે જેને મેળવવું છે અને જરૂરિયાત એક એવો વિષય છે કે જે જોઈએ એ મેળવવા માટેનો માર્ગ શોધે. માટે કાંઈ માર્ગ શોધી શકો એમ છો તો તમે ? એમ કહે છે. Necessity is mother of invention du saiell usS ? Invention એટલે શોધખોળ. જરૂરિયાતમાંથી થઈ.
એક જમાનામાં રાત્રે અંધારું થાતું ત્યારે શું કરવું એ ખબર નહોતી. લોકોએ નક્કી કર્યું કે આ તેલ છે એમાંથી દીવો પ્રગટે છે. રૂની વાટ કરીને છેવટે કોડિયામાં દીવો કરી અને ઘરમાં પ્રકાશ કરો. તો રાત્રે કાંઈ ... પ્રકાશ થાય. એમાંથી Electricity અને Battery સુધી ક્યાંથી પહોંચ્યા? કયાંથી પહોંચ્યા? જરૂરિયાતમાંથી. આમાં પ્રશ્નની, અંદર વિચક્ષણતા કેટલી છે કે જરૂરિયાત હોય એને એમ લાગે કે આની અંદર શું કરવું જોઈએ ? શું કરવું? કરવું શું? એ તો પોતે પોતાનું કામ તો ગમે તે સંજોગોમાં કરવાના છે. એક ન્યાયતો એમને કોઈ અસમાધાન ભાવ નથી. પ્રવૃત્તિ જ એની સમાધિ છે એતો વાત આવી જાય છે. ઉપાધિ છે એ જ અમારી સમાધિ છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – વિચારવું જોઈએ, વિચારવું તો જોઈએ. એ વાત પણ એમાંથી નીકળે છે. શું કરવું જોઈએ? તમને કાંઈ તમારી જરૂરિયાત માટે કાંઈ તમને બેસે છે કે આમ કરો તો ઠીક થાય. આમ કરો તો ઠીક થાય. આમ કરો તો ઠીક થાય એવું કાંઈ બેસે છે ? નિવૃત્તિ લેવા માટે કાંઈ બહારની નિવૃત્તિ મળે એવું કાંઈ કોઈ તમારું Suggestion આવે છે સામેથી ? કરવું જોઈએ ? પોતે તો ગમે ગમે તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવમાં આત્મા સાધવાનો જ છે. વધારે તીવ્ર ઉદય હશે તો વધારે સાધવાના છે. એમાં એમને કાંઈ વાંધો નથી.
એ ૬ ૧૮ (પત્રપૂરો થયો.