________________
પત્રાંક-૬૧૭ જશે.
૩૦૩
સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે,...’ અથવા એવો અમારો અભિપ્રાય છે કે જીવને સર્વ પ્રકારના સર્વાંગ સમાધાન ન થાય અને એ જીવ મુક્ત થાય એવું કોઈ રીતે બની શકે નહિ. એને મુક્ત થવા માટે સર્વાંગ સમાધાન થવું જ જોઈએ.
મુમુક્ષુ ઃ- અશકય છે ?
પૂજ્ય ભાઈશ્રી :- અશક્ય છે. અરે..! એક પણ વિપર્યાસ રહે તો સમ્યગ્દર્શન થાય નહિ. આ પરમાગમસાર’માં ‘ગુરુદેવ’નું વચનામૃત છે. એક પણ વિપર્યાસ રહે એને સમ્યગ્દર્શન નહિ થાય. વિપર્યાસ રહે અને સમ્યગ્દર્શન કેમ થાય ? ન થઈ શકે. એ જ દર્શનમોહની તીવ્રતાનું પ્રદર્શન કરે છે. વિપર્યાસ પોતે જ દર્શનમોહને પ્રદર્શિત કરે છે. સીધી વાત એ છે.
આખરમાં વાત એ છે કે પોતાના સ્વરૂપને પોતે અનુકૂળ થવાનું છે. કષાયના દોષના અભાવ સ્વભાવી જે આત્મા છે એવું જે પોતાનું પરિપૂર્ણ નિર્દોષ સ્વરૂપ છે એ સ્વરૂપને પોતે અનુકૂળ થવાનું છે. અને અનુકૂળ થવા માટે એને પૂરી સૂઝબુઝ હોવી જોઈએ. પોતાના સ્વરૂપથી પ્રતિકૂળ જાય, પોતાના નિર્દોષ સ્વરૂપથી પ્રતિકૂળ જાય એ મતિ નથી એ કુમતિ છે, એ કુબુદ્ધિ છે. એ એને ઊંધે રસ્તે લઈ જાય છે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ જીવની મુક્તિ થાય કે સમ્યગ્દર્શન થાય, મુક્તિનો માર્ગ મળે (એ) અશય અને અસંભવિત છે. અશક્ય શબ્દ જ વાપર્યો છે.
‘કર્મથી મુક્ત થવું અશકય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં...' અને એ સર્વ પ્રકારનું સમાધાન અલ્પ કાળમાં થાય છે, એમ કહે છે. અનંત પ્રકારના વિપર્યાસ છે. એને સમજવા માટે અને ટાળવા માટે જો અનંત કાળ જોઈતો હોય તો તો કોઈ જીવ મુક્ત ન થાય. એવું નથી. માર્ગ સહેલો છે. માર્ગ એ દૃષ્ટિએ અઘરો દેખાતો હોય તો કોઈ વિપર્યાસ ન રહેવો જોઈએ. બધા વિપર્યાસ મટે, સર્વ વિપર્યાસ મટે તો મુક્ત થવાય. આમાં કેટલો કાળ લાગે ? કે કાંઈ નહિ. જો એને અનંત કાળ લાગે તો તો કોઈ મુક્ત જ ન થાય.
તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે;...’ કેવી સરસ વાત લીધી છે ! અલ્ય કાળની અંદર. ભલે ગમે એવો અજાણ્યો જીવ હોય, અન્ય મતમાંથી આવતો હોય. જૈનકુળમાં ભલે ન જન્મ્યો હોય, અન્ય