________________
૩૦૧
પત્રાંક-૬ ૧૭.
પણ સર્વજીવથી. બધા જીવોથી “આ વિચાર થવો દુર્લભ છે.' આ વસ્તુસ્થિતિ છે. “અને તે વિચાર કાર્યકારી પણ છે,” એ વિચાર દુર્લભ છે છતાં એ વિચાર મહત્વનો છે, કાર્યકારી છે, પ્રયોજનભૂત છે એમ કહે છે. તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે અને એ વિચાર કરવો જોઈએ. ઊંડા ઉતરીને આ વિચાર કરવો જોઈએ. પણ તે કોઈ માહાત્મવાનને થવા યોગ્ય છે;” અથવા એવા કોઈ યોગ્યતાવાનને થવા યોગ્ય છે. સર્વ સાધારણ કરી લે એ પરિસ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવતી નથી. ત્યારે બાકી જે મોક્ષના ઇચ્છક જીવો છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ?’ હવે જે મોક્ષના ઇચ્છુક છે તો પછી એણે શું કરવું? બાકીના જે સામાન્ય જીવો છે એને કાંઈક રસ્તો ખરો? કે એને કાંઈ રસ્તો નથી ? તે પણ વિચારવા યોગ્ય છે. આ પ્રશ્નચિહ્ન મૂકી દીધો છે, એમના વિચારવા માટે પોતે જવા નથી દીધો.
બાકીના જે સામાન્યજીવ છે જેને એટલી તુલનાત્મક શક્તિ ન હોય એણે શું કિરવું? કે એણે પોતાને આત્મામાં ગુણ કેવી રીતે થાય છે? મારે જો પરિપૂર્ણ શુદ્ધ અને નિર્દોષ થવું હોય તો, આમાં કાંઈ બીજી બુદ્ધિની જરૂર નથી, મારે પરિપૂર્ણ શુદ્ધ થાવું છે. મારે કાંઈ ન જોઈએ. કોઈ અશુદ્ધતા, કોઈ મલિનતા, કોઈ એક કણિયો પણ મારે ન જોઈએ. એમાં કોઈ વિશેષ બુદ્ધિની જરૂર નથી. દર્શનમોહ ત્યાં સીધો જ મંદ થાય છે. પહેલોવહેલો દર્શનમોહ આ સિદ્ધાંતને, આ ધ્યેયને નિશ્ચિત કરવામાં થઈ જાય છે. એની બુદ્ધિ, એવા સંજ્ઞી પંચેન્દ્રિય જીવની બુદ્ધિ, એ પરિપૂર્ણ નિર્દોષતાને અનુસરનાર કોણ છે અને અનુસરનાર કોણ નથી ? એનું bifurcation-એની વહેંચણી એ કરી શકે છે. બીજો ન કરી શકે. બુદ્ધિવાળો, તીવ્ર બુદ્ધિવાળો ન કરી શકે. અને મંદ બુદ્ધિવાળો કરી શકે એવું કામ કર્યું? કે દર્શનમોહ મંદ થાય તો. યથાર્થ પ્રકારે. એને ખબર પડે કે આ મારા ધ્યેયને અનુકૂળ વાત આવે છે, આ મારા ધ્યેયને અનુકૂળ વાત આવતી નથી. આટલું એ જીવ તારવી શકે. પછી બોલનાર ગમે તેવો હોય. પણ એને એ ધ્વનિ પકડાય છે કે આ પૂર્ણ શુદ્ધિ દઢ મોક્ષેચ્છાને અનુસરીને આ વાત ચાલે છે. એની વિરુદ્ધ આ વાત જતી નથી, ક્યાંય જતી નથી (એમ) તરત ખ્યાલમાં આવી જાય છે. એ પણ વિચારવા યોગ્ય છે કે એણે શું કરવું? શું કરવા યોગ્ય છે? એણે શું કરવું ઘટે ?
એક તો એ મુમુક્ષતામાં આવે છે ત્યારે મોક્ષની દઢ ઈચ્છાના કાળે એ મુમુક્ષતામાં આવે છે. બીજો રસ્તો અજાણ્યો હોય ત્યારે એને એક બીજો વિચાર એ આવવો ઘટે છે કે આ માર્ગના જાણનાર કોઈ પુરુષ હોય તો મારે એની પાસે જવું. પહેલામાં પહેલું મારે એ કામ કરવું જોઈએ કે આના જાણકાર કોણ છે? આ જગતમાં કોઈ છે કે નહિ? આ