________________
પત્રાંક-૬ ૧૭
૨૯૯
જો એક પગથિયું તમે છોડી દ્યો, કે દેશ-કાળ પ્રમાણે ફેરફાર કરવો જોઈએ. ફેરફાર કરવામાં વાંધો આવે નહિ. તો દેશ-કાળ જેમ જેમ હીણો આવશે તેમ તેમ તમારે ફેરફાર કરતા જ જવા પડશે. એ સિદ્ધાંતને અનુસરીને. જેમ જેમ કાળ ઉતરતો આવશે, આ તો અવસર્પિણી કાળ છે, અવસર્પિણી કાળ ઉતરતો કાળ છે. જેમ જેમ કાળ ઉતરતો આવે છે તેમ તેમ કાળને હિસાબે ફેરફાર કરતા જાવ... ફેરફાર કરતા જાવ... ફેરફાર કરતા જાવ... એક વખત આહા૨ હતો, બે વખત થઈ ગયો, બે વખતનો ત્રણ વખત થઈ ગયો, ત્રણ વખતનો ચાર વખત થઈ ગયો. કોને ખબર હજી કેટલી વાર થાશે. પછી કાંઈ સિદ્ધાંત રહેશે નહિ.
કેટલાક સિદ્ધાંતો જે વસ્તુના સ્વરૂપને સ્પર્શે છે કે જેને અંગે સ્વરૂપની વૈજ્ઞાનિક રીતે આત્મદશા પ્રગટે છે, એ દશાને બહારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાથે સંબંધ રહેતો નથી. મુનિદશા એ એક એવી અવધૂત દશા છે કે જેને દેહનું ભાન રહેતું નથી. જેને દેહમાં પાંચ ઇન્દ્રિયના ફેલાવરહિત જેનો ઉપયોગ થઈ જાય છે. એટલા માટે એ વાત નાખી છે કે પાંચ ઇન્દ્રિયના ફેલાવરહિત દેહમાત્ર પરિગ્રહ છે. તોપણ દેહને પરિગ્રહ કહે છે. દેહને સાધન કહેતા નથી. એવી જે દશા થાય છે. એ દશા તે સાધુદશા છે, એ સાધુની સાધકદશા છે. એને દેશકાળ સાથે કાંઈ સંબંધ રહેતો નથી. એવી એ દશા છે. એની દશાનો વિચાર કરવો જોઈએ એમ કહે છે.
શું કહે છે ? કે બીજાં દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે,... દશામાં તો ઘણો મંદ કષાય દેખાય છે. વૈરાગ્ય ઉપશમ તો ઘણો દેખાય છે. પણ દર્શનમોહનું શું ? આ વિચારવા યોગ્ય છે. દર્શનમોહને કા૨ણે એ જીવના અભિપ્રાયની અંદર સત્ય સિદ્ધાંતનો સ્વીકાર કરવાનું બનતું નથી. અને સત્ય સામે આવે તોપણ કોઈ અન્યથા કલ્પના એ કરી બેસે છે. એમાં લોકસંજ્ઞા પણ થવાનું કારણ છે.
અત્યારે સમાજ છે એમાં જો તમે આટલી કડક ક્રિયાનું, સિદ્ધાંતનું થોથું પકડી રાખશો, સિદ્ધાંતનું થથુ પકડીને બેસી જાવ તો પછી કેવી રીતે સમાજ તમારી સાથે રહેશે ? એટલે જેટલું તમે હીણ આચરણ સ્વીકારો એટલી સંખ્યા તમને વધારે મળે. અને સમાજમાં જો ટકવું હોય તો સંખ્યાબળ જોઈએ. સમાજમાં ટકવું હોય તો સમાજની સંખ્યા જોઈએ. પછી ભલે ઘેટા હોય. ગાડરીયો પ્રવાહ હોય પણ સંખ્યા જોઈએ. આખી લોકસંજ્ઞા ઉપર દૃષ્ટિ ચાલી જાય પછી. લોકોને સાથે રાખો... લોકોને સાથે રાખો... લોકો સાથે રહે એમ કરો. લોકો સાથે ન રહેતા હોય તો એ વાત મૂકી દેવી. ભલે ન સિદ્ધાંતિક હોય તોપણ. એ પ્રકારે આજે સંખ્યા વધી. એ સંખ્યા વધી. આ સંખ્યા ઘટી.