________________
પત્રાંક-૬ ૧૭
૨૯૭ શક્તિ બહારનો વિષય છે, યોગ્યતા બહારનો વિષય છે પછી એ નિર્ણયથી એને લાભ થાય નહિ.
તે સર્વની તુલના કરી.” તુલના એટલે સરખામણી કરવી. Comparision કરવી. એ ‘અમુકદર્શન સાચું છે.” તુલના કરીને અમુક દર્શન જસાચું છે એવો નિર્ધાર બધા ન કરી શકે. કેમકે તે તુલના કરવાની ક્ષયોપશમશક્તિ કોઈક જીવને હોય છે.' બધાને તો હોતી નથી, પણ ઘણાને પણ હોતી નથી એમ કહે છે. કોઈક જીવને હોય છે. આ ધ્યાનમાં લેવા જેવો વિષય છે. કોઈક જ જીવ એ રીતે બધા દર્શનની તુલના કરી શકે તેવો હોય છે.
વળી એક દર્શન સવશે સત્ય અને બીજાં દર્શન સવશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, વિચાર કરતાં (સિદ્ધ થાય) કે એક જૈનદર્શન છે એ પૂરેપૂરું સાચું છે. બીજા બધા દર્શનો પૂરેપૂરા સાચા નથી, પૂરેપૂરા ભૂલવાળા છે એમ વિચારમાં સિદ્ધ થાય. એવું જો સિદ્ધ થતું હોય તો. એમ કહે છે. જો અધ્યાહાર છે. જો એમ વિચારમાં સિદ્ધ થાય તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિવિચારવા યોગ્ય છે....” કે કઈ દશામાં રહીને એણે એ વાતોનું નિરૂપણ કર્યું છે. જે-તે વાત કહી છે એનું નિરૂપણ કઈ દશામાં રહીને કર્યું છે? આ વિચારવા યોગ્ય છે. શું કહે છે?
તુલના કરતી વખતે જેણે વસ્તુનું સ્વરૂપ અન્યથા પ્રતિપાદન કર્યું એની દશાનો કાંઈ વિચાર કરી શકો એમ છો તમે ? સિદ્ધાંતનો વિચાર કરો છો પણ સિદ્ધાંતના નિરૂપક કોણ અને કેવા હતા? કઈ દશામાં હતા? એનો પણ વિચાર કરવો યોગ્ય છે. જો એનો વિચાર કરવામાં ન આવે તો કેટલીક રીતે આ નિર્ણય કરવાની અંદર બાધા આવવાનો સંભવ છે અથવા બાધા આવે છે એમ એમનું કહેવું છે. કેટલી વિચારધારા સ્પષ્ટ છે અને કેટલા આ વિષયની અંદર પોતે ઊંડા ગયા છે. એ આ એકParagraph માંથી મળે છે.
મુમુક્ષઃ- કાંઈ સમજાણું નથી ક્યા સંદર્ભમાં વાત છે?
પૂજ્ય ભાઈશ્રી :- એમાં શું છે કે આપણે એ ચર્ચા કરીએ જરા. બીજી વાત આવશે.
કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે. વૈરાગ્ય અને ઉપશમ જેના બળવાન છે. તેણે કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? આ દલીલ પોતે આપે છે. કે જો તમે બીજા દર્શનોને કેવળ અસત્ય માનો તો તે બીજા દર્શનોની અંદર વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે. તેના વૈરાગ્ય અને ઉપશમ બળવાન હોય એ કેવળ અસત્ય કેમ કહે? આ