________________
૨૯૬
રાજહૃદય ભાગ-૧૨
અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં, તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી.
શ્રાવણ સુદ પ-૬ ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે; પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું યોગ્ય છે કે કેમ? તે હજી સુધી વિચારમાં આવી શકયું નથી, કદાપિ જતી કે વળતી વખતે વચ્ચે રોકાવાનું થઈ શકે, તો તે કિયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટ વિચારમાં આવતું નથી. જ્યાં ક્ષેત્રસ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે.
આ.સ્વ.પ્રણામ.
તા. ૧૨-૦૧-૧૯૯૧, પત્રાંક – ૬૧૭, ૬૧૮
પ્રવચન ન. ૨૮૧
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૬૧૭, પાનું-૪૭૪. ત્રીજો Paragraph છે. સૈદ્ધાંતિક રીતે જૈનદર્શનમાં અને અન્ય દર્શનમાં વસ્તુનું સ્વરૂપ ભિન્ન-ભિન્ન પ્રકારે દર્શાવ્યું છે. વસ્તુના સ્વરૂપ નિરૂપણમાં મોટો તફાવત છે. જેમકે વેદાંત એમ કહે છે કે આત્મા એક જ છે. આખા વિશ્વમાં આત્મા એક પરમબ્રહ્મ છે. જૈન એમ કહે છે કે અનંત આત્માઓ છે. જ્યાં એક અને ક્યાં અનંત. મોટો ફેર છે. પછી તો એના બંધારણમાં, એના જ્ઞાનમાં બધે ફેર પડી જાય. એ વિષય ઉપર બહુ સારી ચર્ચા આ Paragraphમાં કરી છે.
એક બીજાં દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે. બધા જ એવો નિર્ણય કરી શકે એવી શક્તિ હોતી નથી. એવી શક્તિ ન હોય છતાં એવો નિર્ણય કરવા જાય તો એ નિર્ણય યથાર્થ હોતો નથી. અથવા એ નિર્ણય યથાર્થ નહિ હોવાને લીધે એના આત્માને કોઈ ગુણકારી પણ થતો નથી. અવગુણ કેટલો થાય એ બીજી વાત છે પણ જ્યારે એની