________________
૩૦૦
રાજહૃદય ભાગ-૧૨
અને એના કરતા બીજા અન્યમતિઓની સંખ્યા વધી. જૈનો કરતા હિન્દુઓની સંખ્યા વધારે છે અને હિન્દુઓ કરતા મુસલમાનની સંખ્યા વધારે છે. મુસલમાન કરતા ક્રિશ્વનોની સંખ્યા વધારે છે. આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :- મુમુક્ષુએ કોઈ પણ વક્તા દર્શનમોહનું ...
પૂજ્ય ભાઈશ્રી :– હા. એનો મત કચાં પડે છે એ જોવું જોઈએ. એની માન્યતા સુધી પહોંચવું જોઈએ, શ્રદ્ધા સુધી પહોંચવું જોઈએ. એ બહારમાં શું કરે છે ? કેટલો ત્યાગ છે ? કેટલો વૈરાગ્ય છે ? એ વાત ગૌણ છે. એટલું નહિ, કેટલું શાસ્ત્રજ્ઞાન છે અને કેટલી વિદ્વતા છે એ વિષય ગૌણ છે. એની શ્રદ્ધાએ પહોંચવું જોઈએ કે એની શ્રદ્ધામાં આત્મા કેવો છે. એનો શ્રદ્ધાનો આત્મા કેવો છે ?
મુમુક્ષુ :– એટલે કે મૂળ પકડવું.
પૂજ્ય ભાઈશ્રી :– મૂળ પકડવું જોઈએ. જો ત્યાં સુધી ન પહોંચવામાં આવે, અને એટલી તુલના ન કરી શકવામાં આવે, એટલે આ શક્તિ કોઈક જીવોની હોય છે. બધા જીવોની આવી શક્તિ હોતી નથી એમ એમનું કહેવું છે. એટલા માટે એ પોતે બધા મુમુક્ષુઓને અન્યદર્શનો અને જૈનદર્શન વચ્ચેના વિષયજ્ઞાનની ચર્ચામાં નહોતા જાતા. એવી ચર્ચા સામે આવે તો કહે એ પછી તમને કહેશું. અત્યારે કાંઈ નહિ. અત્યારે અમે કહીએ એ તમે કરો. એ વાત પછીની છે. પાછળની વાત આગળ લાવોમાં. તમારી શક્તિ બહા૨નો વિષય છે. એ એમના ખ્યાલમાં હતું.
મુમુક્ષુ :– પોતાના ચારિત્રમોહના પરિણામ પકડાય છે. દર્શનમોહના પરિણામ પકડાતા નથી. પોતાના જ્યારે પકડાતા નથી તો સામેવાળા જીવના કેવી રીતે પકડે ? પૂજ્ય ભાઈશ્રી :– કેવી રીતે પકડશે ? હા. એમ જ છે. એ વિષય જરા સૂક્ષ્મ છે.
-
બીજું વૈરાગ્ય ઉપશમ અને જ્ઞાનનો જે ઉઘાડ અને એમાં જ્ઞાનના ઉઘાડ સાથે જે વાણીનો યોગ હોય. એ જાતનો એક પુણ્યયોગ છે. એ કોઈ આત્માની યોગ્યતા નથી. વાણીની છટા હોવી, વકતૃત્વપણું હોવું એ તો પુણ્યયોગ છે. સ્મૃતિ રહેવી, શબ્દ ભંડોળ હોવો. એને આત્માની યોગ્યતા સાથે કાંઈ સંબંધ નથી. અને એમાં જે જીવો વ્યામોહ પામે છે, એમાં આકર્ષણ થાય છે, વ્યામોહ પામે છે. એની પાછળ-પાછળ જાય છે, એને Support કરે છે, એને ટેકો કરે છે. બરાબર છે, આ સાચા છે. બીજા એને ખોટા કહેતા હોય તો ના પાડે. કેમ તમે કહો છો ? બરાબર છે, સાચી વાત કરે છે. કહે છે કે એ સામાન્ય માણસોનું કામ નથી. એ તપાસવું, એવી તુલના કરવી એ સાધારણ જીવોનું કામ નથી. એ બધું વિચારવા યોગ્ય છે.