________________
૨૪૬
રાજહૃદય ભાગ-૧૨ સમાગમયોગ ઘણું કરીને અત્રેથી એક કે દોઢ મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. એટલે એક-દોઢ મહિનાની મુદત નાખી દીધી કે હવે એ બાજુ આવીએ ત્યારે વાત. “અને ઉપાધિ માટે....” એટલે તમારા આર્થિક પ્રયોજન માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. દીકરો ત્યાં હતો. એને જે કરવું હશે એ કરશે. એ પોતે એમને દૂર રાખવા માગતા હતા. આમના પરિણામ નહોતા રહેતા એટલે એ પોતે જોડાઈ જતા હતા.
તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. માટે તમારે અહીં આવવું પડે એવું કોઈ ખાસ કારણ નથી. એટલે તમે એ વાત સાંધી હોય એવું લાગે છે. અમે નથી ઇચ્છતા કે તમે એવી રીતે આવો. “અમારે તેતરફઆવવાનોયોગથવાને વધારે વખત જવા જેવું દેખાશે અથવા અમારે આ નિવૃત્તિ માટે મોડું થશે તો પછી આપને એક આંટો ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. તો એ વખતે અમે કહેશું કે એક આંટો આવો તમે. પણ એ સત્સસમાગમમાં. વેપાર માટે નહિ. “આ વિષે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશો.’ હવે તમારું ધ્યાન શું પહોંચે છે? એ લખજો. એકવારતોના પાડી દીધી. હવે આ ચોખવટ કરી લીધી. આટલી ચોખવટ કર્યા પછી હવે તમને જેમ વિચાર આવે એ લખજો, જણાવજો. મારા પરિણામ તો હવે...
હવે એક બીજી વાતનો એક મીઠો ઠપકો પણ લખે છે. કારણ કે બીજી બીજી વાત એમણે લખી છે. ઘણા મોટા પુરુષોના સિદ્ધિયોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે...” આવે છે ને? ચોસઠ ઋદ્ધિધારી મુનિઓ. રિદ્ધિ-સિદ્ધિના યોગ થાય છે. જ્ઞાનીઓને અને અજ્ઞાનીઓને બધાને થાય છે. તથા લોકકથામાં તેવી વાતો સંભળાય છે. અને એવું બને છે તેથી એવી અફવાઓ પણ ઘણી ચાલે છે અને એવા ધતીંગ પણ જગતમાં તો ઘણા ચાલે છે. તે માટે આપને સંશય રહે છે. અને ક્યાંક કયાંક એવા ધતીંગ ખુલ્લા પડે છે એટલે એમ થાય કે આવું કાંઈ હશે નહિ, આ તો બધા ચલાવે છે. એટલે શંકા પણ રહે છે. તેનો સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છેઃ
અષ્ટમહાસિદ્ધિ આદિ જેજેસિદ્ધિઓ કહી છે, આઠપ્રકારની રિદ્ધિ-સિદ્ધિકહી છે ને? અણિમા, ગરિમા (આદિ). “અષ્ટમહાસિદ્ધિ આદિ જે જેસિદ્ધિઓ કહી છે, ૐ’ આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે. યોગ અસંખ્ય પ્રકારના ઘટમાંહિ રિદ્ધિ દાખી રે. અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે એવી. એવા યોગની વિદ્યાઓ છે એ કેટલી છે? અસંખ્ય પ્રકારની ચમત્કારીક વિદ્યાઓ છે. એમાં કેટલીક મેલી વિદ્યાઓ છે. એટલે એના Process હિંસાત્મક અને મલીન છે એટલે એને મેલી વિદ્યા કહે છે. બાકી એમાં