________________
૨૫૦
રાજહૃદય ભાગ–૧૨
પત્રાંક-૬૦૯
મુંબઈ, જેઠ, ૧૯૫૧ ૧.સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે.
૨. સહજસ્વરૂપથી જીવ રહિત થી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જેથવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
૩. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.
૪. એ જમાટે સર્વ તીર્થંકરાદિજ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.
૫. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એ પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ કિયા વર્ણવી છે, તે એજઅસંગતા સમજાવવાનો અર્થે વર્ણવી છે.
૬. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન થાય છે.
૭. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.
૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિવણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સવણિપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ