________________
પત્રાંક-૬૦૧
૨૪૯
દાળદર ફીટી જાય એવું છે. પણ એમને એ રસ્તે લઈ જવા નહોતા. અને આમને કાંઈક એ જાતનો લોભ રહેતો હતો. એટલે પછી જુદી જુદી દૃષ્ટિએ પ્રશ્ન ઊભા કરતા હતા. કે આમાંથી કાંઈક એમનું ધ્યાન મારી ઉપર ખેંચાય છે ? તો આ એની સામે વિરુદ્ધ જતા હતા. કે નહિ. આ દિશામાં જાવ છો શું કરવા ? આ રસ્તે જવાની તમારી વાત કેમ આવી ? તમને એ વાત જ કેમ ઊગી ? કેટલી Treatment આપી છે !
એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું શું કારણ છે, તે જણાવશો. એ પ્રકારનાં પ્રશ્નો વિચારવાનને કેમ હોય ?” જેને આત્મહિતનો વિચાર કરવો છે એને એવા પ્રશ્નો કેમ ઊગે ? એ પ્રશ્નો એને આત્મહિતવાળા ઊગે નહિ અને ઊગે તો એને આત્મહિત થવાનું બહુ દૂર થઈ જાય, એમ કહેવું છે. એટલે મુમુક્ષુ છે એ લબ્ધિનો, રિદ્ધિનો, સિદ્ધિનો, જ્યોતિષનો, દોરા-ધાગાનો, તાવીજનો એ માથાકૂટની એ Line માં ઉતરે નહિ. દૂર વયો જાય. એ પ્રકારના પ્રશ્નો અને એ પ્રકારના વિચારો વિચારવાનને, વિચારવાનને એટલે આત્મહિતેચ્છુ જે મુમુક્ષુ છે એને કેમ હોય ? એને ન જ હોય, એમ કહે છે. કેમ હોય ? એમ પ્રશ્ન કરીને કહે છે કે એમ ન જ હોય.
‘શ્રી ડુંગરને નમસ્કાર. કંઈ જ્ઞાનવાર્તા લખશો.’ આ વાર્તા નહિ. આત્માની વાર્તા લખશો. એ રીતે આ પત્રની અંદર એ વાત વિશેષ આવી છે. (અહીં સુધી રાખીએ...)
૫રમાર્થમાર્ગ અનુભવ પ્રધાન છે. તેથી મુમુક્ષુજીવે અનુભવ પદ્ધતિથી જ સ્વકાર્ય કરવું જોઈએ. જો અનુભવ પદ્ધતિનો પ્રારંભ થાય તો કદી બૌદ્ધિક Approach દ્વારા આગળ વધવાનો પ્રયાસ ન કરવો જોઈએ, નહિતો અયથાર્થતા આવી જાય, અને આગળ વધી શકાય નહિ પરંતુ ભૂલથી અટકી જવાશે. Feeling stageની નાજુક પરિસ્થિતિ હોય છે. તેમાં બૌદ્ધિક પ્રયાસથી દૂર રહી, માત્ર વેદનથી જ આગળ વધવું જોઈએ. – તેમ સહજ થવું ઘટે. યથાર્થતામાં એમ જ થાય.
(અનુભવ સંજીવની–૧૪૬૨)