________________
પત્રક૬૦૧
૨૪૫ મુમુક્ષુ – રવિવારના પત્રો છે. બીજને રવિવાર, દસમને રવિવાર. એમ રવિવારના પત્રો છે. પેઢી ઉપરનિવૃત્તિ હોય, રવિવારે બંધ જેવું હોય. એમ હશે ?
પૂજ્ય ભાઈશ્રી – જવાબ એ રીતે થઈ જતો હશે ને? રવિવારે લખે, સોમવારે બીડે, શનિવાર સુધીમાં જવાબ ફરી આવે એટલે રવિવારે પત્ર લખવાનો સમય આવી જાય, એમ પણ બનતું હોય.
ત્રણ દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે. ત્રણ દિવસ પહેલા મળેલો છે. “અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે.' પછી એમણે જોયું કે આ તો સ્પષ્ટ સૂચના આવી ગઈ, કે હું ન લખું ત્યાં સુધી તમે આવવાનું કાંઈ નક્કી કરતા નહિ. એ સૂચના મળી ગઈ. એટલે કહે છે કે તમે વિચાર કરી લીધો તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાનો વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેના મુખ્ય કારણ આ પ્રમાણે છે – હવે એ કારણ પોતે દર્શાવે છે. તે દિન લખ્યું. તે દિ તો એટલું લખ્યું કે અત્યારે નહિ આવતા. એની સામે... એ તો આજ્ઞાંકિત હતાને? બહુ સારું, આપે લખ્યું છે.
પહેલા કાગળમાં ચર્ચા કરી તો સહેજ સમજણ ફેર થાય એટલા માટે એમ થયું કે નહિ, હવે ચોખવટ વધારે કરીને જાવું છે. કાંઈ ઊતાવળ કરીને નથી જાવું. એટલા માટે ફરીને ચોખવટ મગાવી કે અમે આમ સમજ્યા છીએ એ બરાબર છે? કે હમણા ન આવવું. અથવા મારે એકલાએ આવવું, ડુંગરભાઈએ ન આવવું. એ બરાબર છે? તો કહે, નહિ. અમારે તો આમ કહેવું છે. ત્યાં વળી બીજું કારણ ખ્યાલમાં આવ્યું સાથે સાથે ના લખી. ગડબડ નથી કરી. કે માંડ માંડ અમે આવવાનું નક્કી કર્યું હતું. વળી આમણે ના લખી. કાંઈ નહિ. ઊપશમ કર્યો છે. વિચાર અમે ઉપશમ કરી નાખ્યો છે. કેવો શબ્દ વાપર્યો છે!વિચાર ઉપશમ કરી નાખ્યો છે. બેસી ગયો. કાંઈ નહિ, આપ જ્યારે આજ્ઞા કરશો ત્યારે આવશું.
હવે કારણ બતાવે છે કે “અત્રે આપનો આવવાનો વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભનો છે અને બીજો અનિચ્છિત હેતુ” કેવો ? અનિચ્છિત. ઈચ્છા કરવા જેવો હેતુ નથી. “અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે....... તમારી ઉપાધિનો જે સંયોગ છે એને લીધે વેપાર પ્રસંગે કોઈને મળવા કરવા વિષેનો છે.” તમારે કોઈને વેપાર માટે અહીંયાં મળવું છે. જેપર વિચાર કરતાં હાલ આવવાનો વિચાર અટકાવ્યો હોય તોપણ અડચણ નથી એમ લાગ્યું...” એના ઉપર વિચાર કરતા એમ લાગ્યું કે હમણા ન આવે તો સારું. તેથી એ પ્રમાણે લખ્યું હતું.”