________________
પત્રાંક-૬૦૧
૨૪૩ ત્યારે તમને આવવા માટે સમાચાર મોકલશું. એ વખતે આવજો. અત્યારે અહીં આવતા નહિ. ના પાડી દયે. કેમ ? કે આવે લાભ માટે અને નુકસાન કરીને જાય. એવા પણ એમને પ્રસંગ બન્યા છે.
અરે.! “સોભાગભાઈ (માટે) સહેજ આમ લાગ્યું કે આને કાંઈ સાથે સાથે વેપારનું કાંઈક કામ છે. તો ના પાડી દીધી કે નહિ. હવે અત્યારે નહિ. એ બહુ ઝીણું કાંતતા હતા. આત્માને હિત-અહિતના વિષયમાં એમની બહુ સૂક્ષ્મ દૃષ્ટિ હતી. સૂક્ષ્મદષ્ટિએ બધું માર્ગદર્શન આપતા હતા.
મુમુક્ષુ - બાળક ક્યાંય શીખવા નથી ગયો. ગિરદી એકદમ હતી બાળક ક્યાંય શીખવા નથી ગયો કે છેડો મજબૂત પકડું. આ એટલા વર્ષોથી સાંભળી છે છતાં પ્રતિકૂળતામાં તણાઈ જઈએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે પાત્રતા નથી, પાત્રતા નથી. પાત્રતા હોય તો ફરક પડે. પાત્રતા હોય તો એને જે પ્રતિકૂળતા આવે ત્યારે સીધો એ વિચાર આવે કે મારે મારું અહિત થાય એવું કાંઈ કરવું નથી. હિત થાય એવું કરવું છે. અને એના માટે મારે અત્યારે જાગૃત રહેવાનો સમય આવી ગયો છે. આ મારી જાગૃતિનો સમય આવ્યો છે. આ તકે મારે મારું કામ કરવા માટે વિશેષ ઉપયોગ કરવાનો છે. એમ એને બરાબર જાગૃતિ આવી જાય છે. વિચારથી પોતે વાતને સમજી લે છે. અને બીજા તો એને સમજે નહિ અને એમ ને એમ તણાઈ જાય.
એ ૬૦૦મો પત્ર પૂરો થયો.
પત્રાંક-૬૦૧
મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧ પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
ત્રણ દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે. અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાનો વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેના મુખ્ય કારણ આ પ્રમાણે છે –
અત્રે આપનો આવવાનો વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભનો છે