________________
૧૭૬
રાજહૃદય ભાગ-૧૨ કરે, હજાર વખત વિનય કરે અને એક વખત અવિનય કરે એટલે હજારે વિનય ધોવાઈ જાય.
મુમુક્ષુ:-દેવ-ગુશાસ્ત્રને ઓળખ્યા નહિ.
પૂજ્ય ભાઈશ્રી – ઓળખ્યા નહિ એ એનું કારણ છે. આમ થવાનું કારણ શું છે? કે એનો નિર્ણયદેવ-ગુરુ-શાસ્ત્ર માટેનો બરાબર નથી. ઓળખાણપૂર્વકનો એનો નિર્ણય હોય તો આવી ભૂલ ક્યારેય ન થાય, સ્વપ્નેય ન થાય. જાગતા તો ન થાય પણ સ્વપ્ન પણ ન થાય. ઓળખાણ નથી એનું કારણ એ છે. એનું સ્વરૂપ ઓળખાયું નથી.
અહીંયાં તો શું કહેવું છે કે જ્યાં જ્યાં શરીર અને પરપદાર્થમાં આ જીવને મમત્વ થાય છે, પોતાપણું થાય છે એ અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને થાય છે. ત્યાં પોતાનું અસ્તિત્વ નથી. ત્યાં પોતાના અસ્તિત્વનું ગ્રહણ થાય છે કે આ હું ત્યારે કહે છે કે તું વિચારવાન જીવ હોય તો જરાકતને વિચાર આવવો જોઈએ કે જેના ઉપર હું મમત્વ કરું છું ત્યાં દુઃખ મને કેમ થાય છે? મમત્વ કરતા જ મને દુઃખ કેમ થાય છે? વિષય તો આમાંથી ચાલ્યો કે દોષ અને દુઃખ અવિનાભાવી છે, નિર્દોષતા, પવિત્રતા અને સુખ અવિનાભાવી છે. અવિનાભાવી એટલે એક સિક્કાની બે બાજુ હોય અને સાથે જડાયેલી જ રહે એમ જડાયેલી જ રહે છે. એક થાય અને બીજું ન હોય એવું બને નહિ. માટે એમાં સુખવૃત્તિ થાય એવું માનતા પહેલા વિચારવાનની બુદ્ધિ અવશ્ય ક્ષોભ પામવી જોઈએ. એને હિચકિચાટ થવો જોઈએ કે કાંઈક મારી ભૂલ થાય છે, કાંઈક આમાં વિચાર કરવો જેવો છે અને સુખનો ઉપાય કોઈક બીજો હોવો જોઈએ એમ એની બુદ્ધિ બીજી દિશામાં કામ કરતી થવી જોઈએ. કાંઈ નહિ તો શોધ કરે. અહીંયાં સુખ નથી તો બીજે ક્યાંય બીજી રીતે સુખનું કારણ છે, એવી રીતે સુખની શોધમાં જાય. પણ એ રીતે એની વૃત્તિ હોવી જોઈએ. એમ જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે.
વિચારવાન જીવો માટે જ્ઞાનીપુરુષોનો આવો નિર્ણય છે. જે આવો વિચાર કરતા નથી અને જ્ઞાની પુરુષોના નિર્ણય અનુસાર વિચારવાનપણું નથી કહેતા પણ તે તે જીવો અવિચારી જીવો છે કે જે પોતાના જ દુઃખના ઉપાયને સાધે છે, જે પોતાના જ દુઃખના ઉપાયને પોતાની મેળે, પોતાના હાથે દુઃખ પ્રાપ્ત થાય એમ કરે એને વિચારવાનું કેમ કહીએ ? એને તો અવિચારી જ ગણાય. તે યથાતથ્ય છે. એટલો ટૂકડો નાખ્યો. પરપદાર્થમાં મમત્વથતું રોકવા માટે આ વાત કરી છે. એ ૫૯૪ (પત્ર પૂરો થયો.