________________
૧૯૬
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– બરાબર. આત્મજ્ઞાન પછી જ થાય છે ને ? આવો નિર્ધાર થાય એને પછી આત્મજ્ઞાન થાય. પણ નિર્ધાર જ ન થયો હોય એને આત્મજ્ઞાન કચાંથી થવાનું હતું ? ભલેને આત્મજ્ઞાનના શાસ્ત્ર વાંચે. ‘સમયસાર’ આખી જિંદગી વાંચ્યું, લ્યોને ! ભગવાન ‘કુંદકુંદાચાર્યે(દેવનું)” “સમયસાર’ આત્મજ્ઞાન કરવા માટે ઉપલબ્ધ સાહિત્યમાં ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે. પણ મૂળમાં નિર્ધાર ન કર્યો હોય અને ‘સમયસાર’ વાંચ્યા જ કરે. ગાથાઓ મોઢે થઈ જાય, ટીકા મોઢે થઈ જાય, વાંચતા વાંચતા મુખપાઠે પણ થઈ જાય. એ તો સ્વભાવિક છે. સહેજે સહેજે થઈ જાય. એથી કાંઈ આત્મજ્ઞાન નહિ થઈ જાય. જોકે ત્યાં તો આત્મજ્ઞાનની યથાર્થ વિચારણા નથી અને સમયસાર આદિમાં તો આત્મજ્ઞાનની યથાર્થ વિચારણા છે. પણ એ તો ક૨ના૨ને છે, શાસ્ત્ર લખનારને છે, વાંચનારને છે કે કેમ એ બીજી વાત છે પાછી. લખનારને તો યથાર્થ છે. પણ એના વાંચનારને એ યથાર્થતા આવવી એનો આધાર નિર્ધાર ઉપર રાખે છે. નહિતર એમાં કહેવું છે કાંઈક અને પોતાને સમજવું છે કાંઈક, એવી પરિસ્થિતિ ઊભી થાવાની છે. એ જ સમયસાર’ના અર્થઘટન ઉ૫૨ આપણે ત્યાં વિવાદ નથી થતો ? કે આ ગાથામાં આમ કહેવું છે. તો કહે, નહિ. આ ગાથામાં આમ કહેવું છે. ક્યાંથી થાય છે ? કાંથી એ થયું ? એ નિર્ધાર વગર થયું.
મુમુક્ષુ :- પૂર્ણતાને લક્ષે શરૂઆત એ વાસ્તવિક શરૂઆત, જે ‘ગુરુદેવશ્રી’એ
કીધું.
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ નિર્ધાર. એ વાત આપણને ત્યાં સુધી સમજવા મળી. અને કદાચ એ વેદાંત આદિ દર્શનવાળાને પણ સમજવા મળી હશે. કારણ કે એણે મોક્ષની વાત કરી છે. પણ એ નિર્ધાર એણે નથી કર્યો એમ કહે છે. એણે નથી કર્યો એની પાસે રહ્યો. આપણે કર્યો છે કે નથી કર્યો એ વિચારવાનું છે.
મુમુક્ષુઃ— આપણે તો આપણું કામ છે.
...
પૂજ્ય ભાઈશ્રી :– બરાબર છે. આ વાત ઉપરથી આપણે શું લેવાનું છે ? કે વેદાંતની વાત આવી. ઠીક છે, ચાલો. આપણે ક્યાં વેદાંતમાં છીએ. એમ નથી. આ ૫૯૭ (પત્રમાં) વેદાંતની વાત કરે છે. વેદાંતની કરે છે કે તારી કરે છે ? કે તું વિચાર તો તારી પણ કરે છે.
મુમુક્ષુ :– દોષ જોવે છે તો દૂર કરવાના દૃષ્ટિકોણથી નથી લેતો, એમ કહેવા માગો
છો. ?
પૂજ્ય ભાઈશ્રી :– નહિ. સંપૂર્ણ મોક્ષનો જે શુદ્ધિનું ધ્યેય જ બાંધ્યું નથી, એમ કહે