________________
પત્રાંક-૬૦૦
૨૩૭
છે. જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર કરે છે. કેમકે જ્ઞાનીપુરુષે નિષ્કારણ કરુણાથી ઉપદેશ કર્યો છે. એમને કોઈ ઉપદેશ કરવા માટે પોતાનું અંગત કારણ નહોતું. એ ફક્ત સામા જીવને દુઃખમાંથી છોડાવવાનું હતું. પોતાને કોઈ કારણ નહોતું. પોતા સંબંધી કોઈ કારણ નહોતું. સામા જીવને દુઃખ થાય છે એ દુઃખ એનું મટે એ માટેની જે કરુણા છે એને પોતાના કોઈ કારણ વગર એમણે ઉપદેશ કર્યો છે કે જેને લઈને એના સંસારના અનંત દુઃખ મટે, વારંવા૨ જન્મ લેવાના દુ:ખ મટે. જન્મતી વખતે પીડા ઘણી છે. વારંવાર મરવાના દુઃખ પણ મટે. મરતી વખતે પણ પ્રાણ છૂટે ત્યારે પીડા ઘણી થાય.
અનેક પ્રકારના રોગ થાય. આ હોસ્પિટલમાં જાય તો સમજણ પડે. એ બધી પીડા અને બાધાઓથી પણ છૂટે. અને જે જીવને સમાધાન થતું નથી. કેમકે એના વિકલ્પ પ્રમાણે બધું બનતું નથી. સંસારમાં કોઈના વિકલ્પ પ્રમાણે બધું બનતું નથી. ત્યારે જીવને સખ પડતું નથી. દુઃખી થઈ જાય છે. અસમાધાનનું દુઃખ છે. એને અસમાધાન કહો, મૂંઝવણ કહો. એ દુઃખ સૌથી વધારે છે. એ તો લગભગ અજ્ઞાનદશામાં ચાલતું જ હોય છે. આમ કરવું હતું ને ન થયું. આમ કરવું જોઈતું હતું એ ન થયું. આમ કરવું ન થયું... ન થયું.. ન થયું... નહોતું કરવું હતું એ થયું અને કરવું હતું એ ન થયું. ચાલતું જ રહે છે. હજાર વાતમાં પાંચ વાત સરખી પડે છે અને ૯૯૫ વાત સરખી પડતી નથી. એટલે જીવ દુઃખી.... દુઃખી... દુઃખી છે.
એ તમામ પ્રકારના દુઃખથી છોડાવનાર એક આત્મધર્મ છે અથવા સદ્ધર્મ છે. સર્વાંગ સમાધાન થાય. ક્યાંય અસમાધાન ન થાય. એવો નિષ્કારણ કરુણાથી એ સધર્મને જેમણે દર્શાવ્યો, ઉપદેશ આપ્યો, એ જ્ઞાની પુરુષને બે વાર નમસ્કાર કર્યાં છે. ભાવના આવી છે. ‘નમસ્કાર હો ! નમસ્કાર હો !’ પોતાને પણ અનુભવ છે ને. દરેક જ્ઞાનીપુરુષના મૂળમાં પણ બીજા જ્ઞાનીપુરુષ ઊભા છે. કોઈ અનાદિથી જ્ઞાની નથી, કોઈ અનાદિથી સિદ્ધ નથી. જ્ઞાની નવા થાય છે. પ્રત્યેક જીવ નવા જ્ઞાની થાય છે. એના કારણમાં બીજા જ્ઞાની ઊભેલા છે. એ પોતાનો ભૂતકાળ જાણે છે કે જો જ્ઞાની મને ન મળ્યા હોત તો મારો સંસાર હજી અનંત કાળ સુધી દુઃખી થવાનો આમને આમ ચાલુ રહી જાત.
પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. યથાયોગ્યપૂર્વક વિનંતિ કેઃ – તમારું લખેલું પત્તું ૧ ગઈ કાલે મળ્યું છે.’ છ દિવસમાં તો જવાબ ફરી જતો હતો. ‘તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા...’ અત્યારે એટલી ટપાલ Regular નથી. છ દિવસે ‘મુંબઈ’ની ટપાલ ‘સાયલા’ જેવા ગામડામાં, જ્યાં તે દિવસે રેલવે નહોતી ત્યાં પહોંચી જતી હતી.