________________
૨૩૮
અને જવાબ પણ આવી જતો હતો.
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ :– બીજે દિવસે મળી જતો.
પૂજ્ય ભાઈશ્રી :– આ પાંચમે દિવસે મળી ગઈ છે. છઠ્ઠà દિવસે પોતે જવાબ લખે
=
છે.
તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિષેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું.’ આ ૫૯૮. ‘તેનો અર્થ સહેજ ફેર સમજાયો જણાય છે.’ સમજવા ફેર થયો છે. ‘તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે :–' આ Paragraphમાં એ ભાવાર્થ લખે છે. કે મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે......’ તમે આવો ત્યારે મારે પ્રવૃત્તિમાં રોકાઈ જવું પડે અને તમારી સાથે બેસવાની નવરાશ નહિ મળે એવું નથી. વર્તમાન પરિસ્થિતિમાં કામનું દબાણ એવું છે કે હું થોડી નિવૃત્તિ વિશેષ લઈ શકીશ. અને આવ્યા હોય ત્યારે ભાગીદારોને એમ કહે કે આ લોકો દેશમાંથી આવ્યા છે એટલે હું વહેલો-મોડો આવીશ. એવું કાંઈ કામ હોય તો તમે પતાવજો. સામાન્ય કામ હોય તો તમે પતાવી દેજો. એ રીતે. એટલે મળી શકે એમ છે. એવી વ્યવસ્થા થઈ શકે એમ છે કે થોડી નિવૃત્તિ લઈ શકાય.
પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે,...’ ‘મુંબઈ’નું ક્ષેત્ર છે એ પ્રવૃત્તિના ધમધમાટવાળું છે, એમ કહે છે. તે દિ' ૯૫-૯૬ વર્ષ પહેલાની વાત છે. જેથી નિવૃત્તિક્ષેત્રે જેવો સત્સમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય,...' શું કહે છે ? આ આપણે વિચારવા જેવી વાત છે, લખી ભલે તે દિ'. જેથી નિવૃત્તિક્ષેત્રે જેવો સત્યમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય, તેવો ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવો કઠણ પડે છે.’ બરાબર છે ? અનુભવમાં આવે એવી વાત છે.
બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બન્ને આવો તે માટે અમને કાંઈ અડચણ નથી.’ આવો તમે ખુશીથી, એકલા આવો તો વાંધો નહિ. બે જણા આવો તોપણ વાંધો નથી. જોકે આ પત્રમાં નીચે પાછા એમ કહે છે કે હું ફરીથી ન લખું ત્યાં સુધી આવતા નહિ. એ સૂચના ભેગાભેગી લખી નાખી છે.
પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે; પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તો આગ્રહથી ન લાવો તોપણ અડચણ નથી....’ એની ભાવનાથી આવે. તમારા આગ્રહથી આવે એ હું નથી ઇચ્છતો. એની ભાવનાથી આવે એમ હું ઇચ્છું છું. ‘કેમકે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે યોગ બની