________________
૨૩૬
રાજહૃદય ભાગ-૧૨
ઉત્કર્ષ થાય, તેવો ઘણું કરી પ્રવૃત્તિવિશેષક્ષેત્રે થવો કઠણ પડે છે. બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બને આવો તે માટે અમને કંઈ અડચણ નથી. પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે; પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષેમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તો આગ્રહથી ન લાવો તોપણ અડચણ નથી, કેમકે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે યોગ બની શકશે.
આ પ્રમાણે લખવાનો અર્થ હતો. તમારે એકે આવવું, અને શ્રી ડુંગરે ન આવવું અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. માત્ર નિવૃત્તિક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિષેનું વિશેષપણે જણાવ્યું છે. કોઈ વખત વિચારવાનને તો પ્રવૃત્તિક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાનીપુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. એ આદિનિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે.
તમારે બન્નેએ અથવા તમારે આવવા સંબંધમાં ક્યારે કરવું તે વિષે મનમાં કંઈક વિચાર આવે છે, જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશો તો અડચણ નથી.
પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષ દોહ્યલું છે.
જ્ઞાની પુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તુત્યારથી જે સંયમસુખપ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશમાર્ગ પણ તે સુખ પ્રગટ્ય પ્રરૂપવા યોગ્ય છે. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ.
આ. સ્વ. પ્રણામ.
પત્ર ૬00. એ પણ “સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. વૈશાખ વદ ૧૦ લખ્યો. એના ઉત્તરમાં કાંઈક ગેરસમજણ થઈ છે એટલે સ્પષ્ટીકરણ ફરીને આપે છે. પણ એકબે તાત્ત્વિક વાતો એમાં સારી આવી છે. મથાળું બહુ સારું છે.
‘અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો ! નમસ્કાર હો !” પોતે જ્ઞાની