________________
પત્રાંક-૬૦૦
૨૩પ મુમુક્ષુ – ‘ગુરુદેવ કહેતા હતા કે કરવા જેવું આ છે. વ્યક્તિગત કહેતા કે કરવા જેવું આ છે.
પૂજ્ય ભાઈશ્રી - કરવા જેવું આ છે. એ તો બરાબર. એ તો આવે છે કે આ જ કરવા જેવું છે. પણ અહીંયાં એમ કહે કે તમને “અધીરજથી ખેદ કર્તવ્ય નથી. એટલે એના ખેદના પરિણામ જોઈને સૂચના આપી કે આમાં તમારે કાંઈક અધીરજ થાય છે. અધીરજથી કર્તવ્ય નથી એનો અર્થ કે તમને ખેદ થાય છે પણ સાથે સાથે થોડી અધીરજ છે એ નહિ હોવી જોઈએ. એટલું બધું માર્ગદર્શન ક્યાંથી મળે ? કે એના પરિણામ જોઈને કહે કેમકે એ પ્રકારનો ઉપયોગ જ એમનો ન ચાલે. એમની વિચારણા સમષ્ટીગત ઉપયોગની જ ચાલે, એવો જ એમનો ઉદય છે. એટલે એ પ્રકારે વિશેષ ચાલે. કોઈ વખત ચાલે બીજી વાત છે. તો એ વધારે સારી વાત છે.
એક અધીરજનો નિષેધ કર્યો છે, અસ્થિરતાનો નિષેધ કર્યો છે અને દેહાદિના ભયનો પણ નિષેધ કર્યો છે. ત્રણ સૂચના આપી છે. બે લીટીમાં ત્રણ સૂચના આપી છે. અને એક સમુચય વાત કરી છે કે પુરુષનો આશ્રય કર્તવ્ય છે અને આત્મહિતનો નિશ્ચય કર્તવ્ય છે. ચાર વાત છે. ચાર વાક્યમાં ચાર વાત લીધી છે. વાક્ય ચાર જ છે. બે લીટીમાં ચાર વચનો છે. કેટલું પોતે આ સૂચનને ગંભીરતાથી લે છે એના ઉપર બધો આધાર છે.
પત્રાંક-૬૦૦
મુંબઈ, જેઠ સુદ ૨, રવિ, ૧૯૫૧ અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાનીપુરુષના ઉપકારને નમસ્કાર હો!નમસ્કાર હો! પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા.
યથાયોગ્યપૂર્વક વિનંતિ કેઃ- તમારું લખેલું પતું ૧ ગઈ કાલે મળ્યું છે. તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિષેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું. તેનો અર્થ સહેજફેર સમજાયો જણાય છે. તે પત્રમાં એ પ્રસંગમાં જે કંઈ લખ્યું છે તેનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે:
મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિવિશેષવાળું છે, જેથી નિવૃત્તિક્ષેત્રે જેવો સત્સમાગમથી આત્મપરિણામનો