________________
પત્રાંક-૫૯૯
૨૩૩
ખેદમાં ચડી જાય છે તો ખેદે ચડી જાય છે. કોઈ આકરા ઉતાવળા થાય છે તો એકદમ કૃત્રિમ પ્રયત્નમાં લાગી જાય છે. અને પર્યાયબુદ્ધિને વધારે દૃઢ કરી લ્યે છે. એવી પરિસ્થિતિ પણ (થાય છે). એટલે સંતુલનનો વિષય તો દરેક ભૂમિકામાં આવશ્યક છે.
કાલે વિષય ચાલ્યો ને ? કે બંધારણ સમજે તો રાગ પોતાની પર્યાયમાં છે. દ્રવ્યગુણ અને પર્યાય વસ્તુનું સ્વરૂપ છે. અને પોતાનો અપરાધ સમજે. પુરુષાર્થ કરવા જાય, દ્રવ્યદૃષ્ટિમાં દ્રવ્યને લક્ષમાં લે અને દ્રવ્યમાં અહંપણું, પોતાપણું સ્થાપે એવો પુરુષાર્થ કરે, તો રાગ તે હું નથી એમ લેવું પડે. અપરાધ મારો છે અને રાગ તે હું નથી. લ્યો ! આ બે સામે સામે છે. કાલે ‘સોનગઢ’ એ ચર્ચા ચાલી. મોક્ષમાર્ગ પ્રકાશક’ આઠમો અધ્યાય. છેલ્લે ટોડરમલજી’એ એક પ્રક૨ણ લખ્યું છે, કે અપેક્ષા જ્ઞાનના અભાવે આગમના કથનોમાં વિરોધાભાસ લાગે છે. એનું અહીંયાં નિરાકરણ કરીએ છીએ. એના ઉ૫૨ ચર્ચા વધારે ચાલી કે રાગ જીવનો લેવો ? ‘સમયસાર'ની અંદ૨ જીવનો પણ કહે છે અને જીવનો નથી એમ પણ કહે છે. જીવ નથી, અજીવ છે એમ કહે છે. અને જીવ નથી ને પુદ્ગલ છે એમ પણ કહે છે. અને જો જીવનો નહિ માનતો સાંખ્યનો મત થઈ જશે એમ પણ કહે છે. વિરોધાભાસ લાગે કે ન લાગે ?
....
બરાબર જો યથાર્થપણે પ્રવર્તે તો વિરોધાભાસ નથી. બંધારણને વળગી રહેવા માટે મારું માનીને મમત્વ કરે તો ભેદજ્ઞાન નહિ થાય અને પ્રયોજનની સિદ્ધિ નહિ થાય. પ્રયોજનની સિદ્ધિ કરવા માટે રાગ પુદ્દગલનો છે અને ખરેખર પુદ્ગલનો માની લે તો ગૃહીત મિથ્યાત્વમાં વયો જાશે. એટલે પુરુષાર્થ કરે અને જો સ્વરૂપ ભાસે તો સ્વરૂપ ઉપરનું જોર આવે. એ જોર આવે એમાં બંધારણનું જ્ઞાન તો એમ જ રહે. જ્ઞાનમાં એમ રહે છતાં આદરવાની અંદર બીજી Line પકડી લે. એ વખતે સંતુલન ન ગુમાવે તો વાંધો ન આવે. એ તો દરેક ભૂમિકામાં એ વાત છે.
કેમકે વસ્તુમાં ૫૨સ્પ૨ વિરુદ્ધ ધર્મો છે. અવસ્થામાં રાગ છે અને સ્વરૂપે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. એક પદાર્થની અંદર વસ્તુ સ્વરૂપે વસ્તુનું મૂળ સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, આત્મા સ્વભાવે કરીને શુદ્ધ છે. અવસ્થામાં રાગ છે. એક જ પદાર્થમાં બે વિરુદ્ધ વાત છે તો એનું કથન પણ એમ જ આવવાનું છે. એમાં મૂંઝાવાની શું જરૂર છે ? એમ થોડું કહે છે કે પર્યાયે પણ તું શુદ્ધ છો. આત્મા શુદ્ધ છે એમ કહીને અત્યારે સંસારની પર્યાયમાં શુદ્ધ છો અને સિદ્ધ છો એમ થોડું કહે છે ? અને સ્વરૂપમાં-ત્રિકાળી સ્વરૂપમાં પણ રાગતત્ત્વ છે એમ થોડું કહે છે ? બેયનું સ્થાન જુદું જુદું છે. બેય પોતપોતાના સ્થાનમાં છે. બેય એક જગ્યાએ નથી. જુદી જુદી જગ્યાએ છે. પણ પદાર્થ એક છે. એટલે