________________
૨૩૨
રાજહૃદય ભાગ-૧૨ છે. “અધીરજથી ખેદ કર્તવ્ય નથી.” પરિણામ આગળ ન વધતા હોય તો બહુ ખેદ ન કરવો. ખેદ થશે પણ અધીરજથી ખેદ કરવા જેવો નથી. એટલે ઉતાવળા થાય તો પરિણામને અધીરજ કરવા યોગ્ય નથી.
ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અને આ દેહ હવે ટકશે કે નહિટકે? શું થશે ? ઉંમર થઈ છે. ફલાણું... એ પણ કાંઈ ભેદ કરવા જેવો નથી. તું કામ કર્યે જા. શુદ્ધ ચિત્તથી, શુદ્ધ અંત:કરણથી પોતે કામ કર્યું જાય. “અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. અને જે ચંચળતા છે એ છોડવા યોગ્ય છે. અનેક પ્રકારના ઉદયના કાર્યોમાં જે પરિણામ લાગે છે અને મુખ્યપણે પ્રમાદ કહેવામાં આવે છે અને અસ્થિરતા કહેવામાં આવે છે. એ ઉપશમાવવા યોગ્ય છે. અને એમને પણ અસ્થિર પરિણામનું કોઈ કારણ હશે એટલે એ વિષયમાં પણ એક લીટી લખી નાખી છે. એમના ખ્યાલમાં હશે કે કોઈ કારણસર એમના પરિણામમાં ચંચળતા રહે છે.
મુમુક્ષુ – શરણ અને નિશ્ચય કર્તવ્ય, અડધી લીટીમાં તો...સત્પરુષનું શરણ અને આત્માનો નિશ્ચય અડધી લીટીમાં તો બધું.
પૂજ્ય ભાઈશ્રી – બે વાત આવી જાય છે. મુમુક્ષુને યોગ્ય બેય વાત આવી જાય
મુમુક્ષુ-શું કર્તવ્ય છે?
પૂજ્ય ભાઈશ્રી:- નિશ્ચય કર્તવ્ય છે. લીધું ને ? કે આત્મહિતનો નિશ્ચય કર્તવ્ય છે. વિચારબળ ન હોય તો દઢતા ન રહે. હોતા હૈ, ચલતા હૈ થાય, ન થાય. એમને એમ ગાડું હાંક્ય રાખે. જાગૃતિ રહે, નિશ્ચય હોય તો જાગૃતિ રહે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી – હા. ખેદ થાય અને ખેદમાં પણ અધીરજ થાય. એટલે જલ્દી કરવું છે, જલ્દી કરવું છે એમ કરતાં કરતાં મુમુક્ષુની ભૂમિકામાં પર્યાયદષ્ટિ હજી ઊભી હોવાથી, ચાલુ હોવાથી જીવને પરિણામનું કર્તુત્વ થઈ જાય છે. આમ કરું પરિણામ... આમ કરુ પરિણામ.... આમ કરું...કેમ થતું નથી ? એ પ્રકારે અધીરજ કરવા યોગ્ય નથી.
મુમુક્ષુ – જાગૃત રહેવાની વાત પણ આવે, અધીરજ રાખવાની વાત આવે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો એ જ છે. એક બાજુથી જાગૃત રહેવાનું છે. બીજી બાજુથી ધીરજ ખોવાની નથી. ખેદાય તોપણ અને ન ખેદાય તો કે ખેદ થવો જોઈએ. ખેદાય તો કહે એકલો ખેદકરીને બેસી રહેવાનું નથી, પુરુષાર્થ કર્તવ્ય છે. એવી માર્ગની રીતિ તો થોડી સાંકડી છે. સાંકડી કેડી ઉપર ચાલવાનું છે. એટલે શું થાય છે? કે કોઈ